Site icon Revoi.in

ત્વાચાની કાળજી માટે બ્લૂબેરીનો ફેસપેક ઉત્તમ- જાણો કઈ રીતે ચહેરા કરવો યૂઝ

Social Share

 

ઉનાળામાં ત્વચાની કાળજી રાખવી જરુરી છે,ચીકાશ ના કારણે ત્વચા ચીકળી અને તેના કારણે ખીલ થાય છે.આ સાથએ જ ત્વચા ખૂબ જ બેજાન બની જાય છે, આ સાથે જ ત્વચા રુસ્ક બનતા ચહેરા પર પિમ્પલ્સ જેવી સમસ્યાઓ પણ વધુ થાય છે, ક્યારેક ક્યારેક તો ત્વચાની ચામડી ચીકળી થવા લાગે  છે, આવી સ્થિતિમાં કેટલાક ફ્રૂટના ફેશપેક અને ફેસિયલ ત્વચાને ડેમેજ થતા બચાવે.

આજે વાત કરીશું બ્લૂ બેરીની જે ત્વચાને કોમળ બનાવવાથી લઈને ત્વાચા પર નિખાર લાવવાનું કામ કરે છે, બીજી વાત એ  કે તે નેચરલ ફ્રૂટ હોવાથી ચહેરા પર જ્યારે અપ્લાય કરો છો ત્યારે સ્કિન ખરાબ થવાની સમસ્યા રહેતી નથી.

આ માટે બ્લૂ બેરીના બીજ કાઠીને તેનો ક્રશ કરી લેવો, ત્યાર બાદ તેમાં 1 ચમચી પેસ્ટમાં 1 ચમસી મલાઈ અને 1 ચમચી મધ કરીને પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટ ચહેરા પર લગાવીને 10 મિનિટ બાદ નવશેકા ગરમ પાણીથી ચહેરો ધોઈ લેવો આમ કરવાથી ત્વચાને નીચે પ્રમાણેના ફાયદાઓ થાય છે.

  1. જો બ્લૂ બેરીનો ત્વચા પર ઇપયોગ કરવામાં આવે તો ચહેરા પર થતી બળતરામાં મોટી રાહત મળે છે. કારણ કે તેમાં મોટા પ્રમાણમાં મ એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મો ધરાવે છે. બેરી ત્વચાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે
  2. બ્લૂ બેરીમાં  રહેલા ફેટી એસિડ્ ત્વચા માટે ફાયદાકારક છે. તે ત્વચા પર નિખાર લાવવામાં મદદ કરે છે.
  3. બ્લૂ બેરીમાં એમિનો એસિડ અને અન્ય ખનીજ હોય છે. તે ત્વચાને મુક્ત રેડિકલથી સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે.
  4. બ્લૂ બેરીની પેસ્ટથી ફેશિયલ કરવાથી ત્વચાની અંદર મેલેનિનને સુધારે છે જે ખીલ દ્વારા પાછળના ડાઘને ઘટાડવામાં મદદ કરે છે.
  5. આ સાથે જ તેની પેસ્ટથી મસાજ કરવાથી સૂર્યના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ટેનિંગ અને ત્વચાની અન્ય સમસ્યાઓથી નુકશાન થતું અટકે છે
  6. બ્લૂ બેરી ત્વચાના કોષોમાં કોલેજન અને ઇલાસ્ટિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.