Site icon Revoi.in

બોલિવૂડને વધુ એક ઝટકો, આસિફ બસરાએ કર્યો આપઘાત

Social Share

ધર્મશાલા: સુશાંત સિંહ રાજપૂત બાદ બોલિવૂડને વધુ એક ઝટકો લાગ્યો છે. બોલિવૂડ અભિનેતા આસિફ બસરાએ આપઘાત કરી લીધો છે. આસિફ બાસરાએ હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના ધર્મશાલામાં મેક્લોડગંજમાં જોગિબાડા રોડ સ્થિત એક કાફે નજીક આપઘાત કરી લીધો છે. જો કે આપઘાત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. કાંગડાના એસ.પી. વિમુક્ત રંજને આ કેસની પુષ્ટિ કરી છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇને વધારે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા આસિફ બસરા છેલ્લા પાંચ વર્ષથી મેક્લોડગંજમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ આદરી છે.

કહેવામાં આવી રહ્યું છે આસિફ બસરા UKની એક મહિલા મિત્ર સાથે લિવ ઇનમાં મેક્લોડગંજમાં રહેતા હતા. ગુરુવારે બપોરે તેઓ પોતાના પાલતું શ્વાનને લઇને બહાર ફેરવવા નીકળ્યા હતા. જે બાદમાં ઘરે પરત ફરીને તેમણે શ્વાનની દોરી વડે જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે તેઓ ડિપ્રેશનના શિકાર હતા.

કોણ છે આસિફ બસરા

આસિફ બસરા એક પ્રસિદ્વ ટીવી અભિનેતા છે. તેઓએ પરઝાનિયા, બ્લેક ફ્રાઇડે, ઉપરાંત હૉલિવૂડ ફિલ્મ આઉટસોર્સ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેઓએ બસરા હિમાચલ પ્રદેશની ફિલમ સાંઝમાં પણ કામ કરી ચૂક્યાછે. તે ઉપરાંત તેમણે વન્સ અપૉન એ ટાઇમ ઇન મુંબઇમાં પણ ઇમરાન હાશ્મીના પિતાનો રોલ કર્યો છે.

(સંકેત)