Site icon Revoi.in

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો વિશ્વના ટોચના 100 પ્રતિભાશાળી લોકોમાં સમાવેશ

Social Share

બોલિવૂડ એકટર આયુષ્માન ખુરાનાએ ટાઇમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે. આ યાદીમાં સમાવેશ પામનારા આયુષ્માન ખુરાના સૌથી યુવા ભારતીય છે. આયુષ્માન ખુરાનાને કલાકારની કેટેગરીમાં નામ આપવામાં આવ્યું છે અને આ લિસ્ટમાં મિચૈલા કોલ, ડૈપર ડેન, જેનિફર હડસન, યો યો મા અને અલી વોંગ જેવા કલાકારોના નામનો સમાવેશ થયો છે.

અભિનેતા આયુષ્માન ખુરાનાએ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ કરીને તેમના પ્રશંસકો આ માહિતી આપી હતી અને સૌનો આભાર માન્યો છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો છે, તેમનું પણ આ યાદીમાં સમાવેશ પામ્યું છે. આયુષ્માન એ પોતાની ટાઇમ મેગેઝિનનો ફોટો શેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ” વિશ્વના 100 પ્રભાવશાળી લોકોનું લિસ્ટ ટાઇમ્સે બહાર પાડ્યું છે અને તેમાં આ સમૂહનો  ભાગ બનીને ગર્વ અનુભવું છે.”

આયુષ્માને વધુમાં કહ્યું, “ટાઇમ્સે મને જે ઓળખ આપી છે તેનાથી હું ખૂબ જ અભિભૂત થયો છું. એક કલાકાર તરીકે મેં સિનેમા દ્વારા સમાજમાં કેટલાક સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ક્ષણો મારી માન્યતા અને પ્રવાસમાં ખૂબ મહત્વની છે. ” આયુષ્માન આ યાદીમાં સમાવેશ થતા અભિનેત્રી દિપીકા પાદુકોણે પણ તેના વખાણ કર્યા છે.

સાહીન-