1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો વિશ્વના ટોચના 100 પ્રતિભાશાળી લોકોમાં સમાવેશ
બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો વિશ્વના ટોચના 100 પ્રતિભાશાળી લોકોમાં સમાવેશ

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો વિશ્વના ટોચના 100 પ્રતિભાશાળી લોકોમાં સમાવેશ

0
  • વિશ્વના ટોચના 100 પ્રતિભાશાળી લોકોમાં અભિનેતા આયુષ્માન ખુરાના
  • વર્લ્ડ ટાઈમ્સ મેગેઝિનની યાદીમાં આયુષ્માનનું નામ
  • ઈન્સ્ટા પર મેગેઝિનનો ફોટો શેર કરીને ચાહકોને આપી માહિતી
  • આયુષ્માન એ પીએમ મોદીનો આભાર માન્યો

બોલિવૂડ એકટર આયુષ્માન ખુરાનાએ ટાઇમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે. આ યાદીમાં સમાવેશ પામનારા આયુષ્માન ખુરાના સૌથી યુવા ભારતીય છે. આયુષ્માન ખુરાનાને કલાકારની કેટેગરીમાં નામ આપવામાં આવ્યું છે અને આ લિસ્ટમાં મિચૈલા કોલ, ડૈપર ડેન, જેનિફર હડસન, યો યો મા અને અલી વોંગ જેવા કલાકારોના નામનો સમાવેશ થયો છે.

અભિનેતા આયુષ્માન ખુરાનાએ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ કરીને તેમના પ્રશંસકો આ માહિતી આપી હતી અને સૌનો આભાર માન્યો છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો છે, તેમનું પણ આ યાદીમાં સમાવેશ પામ્યું છે. આયુષ્માન એ પોતાની ટાઇમ મેગેઝિનનો ફોટો શેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ” વિશ્વના 100 પ્રભાવશાળી લોકોનું લિસ્ટ ટાઇમ્સે બહાર પાડ્યું છે અને તેમાં આ સમૂહનો  ભાગ બનીને ગર્વ અનુભવું છે.”

આયુષ્માને વધુમાં કહ્યું, “ટાઇમ્સે મને જે ઓળખ આપી છે તેનાથી હું ખૂબ જ અભિભૂત થયો છું. એક કલાકાર તરીકે મેં સિનેમા દ્વારા સમાજમાં કેટલાક સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ક્ષણો મારી માન્યતા અને પ્રવાસમાં ખૂબ મહત્વની છે. ” આયુષ્માન આ યાદીમાં સમાવેશ થતા અભિનેત્રી દિપીકા પાદુકોણે પણ તેના વખાણ કર્યા છે.

સાહીન-

LEAVE YOUR COMMENT