હનોઈ, 24 નવેમ્બર 2026: વિયેતનામની રાજધાની હનોઈના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં એક વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયાં અને 10 લોકો ઘાયલ થયા.
દુકાનમાં વિસ્ફોટ
સમાચાર એજન્સી રોઇટર્સ સાથે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યે ડોંગ દા સ્ટ્રીટ પર આવેલા એક ખાણીપીણીના સ્થળે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું અને નજીકની અન્ય ઇમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા.
ગેસ સંબંધિત વિસ્ફોટની આશંકા
જાહેર સુરક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસ સૂચવે છે કે આ વિસ્ફોટ રસોઈ ગેસ સાથે સંબંધિત હોઈ શકે છે. મંત્રાલયે એમ પણ નોંધ્યું છે કે હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.
વધુ વાંચો: દિલજીત દોસાંઝના બેંગલુરુ કોન્સર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી!








