Homeગુજરાતીદેશ-વિદેશદિલજીત દોસાંઝના બેંગલુરુ કોન્સર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી!

દિલજીત દોસાંઝના બેંગલુરુ કોન્સર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી!

બેંગલુરુ, 24 નવેમ્બર 2026: બેંગલુરુમાં 29 નવેમ્બરે યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંજની કોન્સર્ટ પહેલાં બોમ્બની ધમકી મળી છે. આ ઈમેલ ધારવાડ પોલીસ કમિશનરને મળ્યો હતો. પોલીસ કમિશનરને મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈમેલમાં કાર્યક્રમના સ્થળે IED વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

આ ધમકીભર્યા ઈમેલ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસ હવે આ ઈમેલની સત્યતા ચકાસવા અને તેને મોકલનારની ઓળખ કરવા માટે કામ કરી રહી છે.

અહેવાલો અનુસાર, આ ધમકીભર્યા ઈમેલમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ સૂત્રનો ઉલ્લેખ છે અને તેમાં કોન્સર્ટના સ્થળ એવા માદાવરાના ‘નાઈસ રોડ ગ્રાઉન્ડ’ (NICE Road Ground) પર બોમ્બ હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી છે. ઈમેલ મોકલનારે કાર્યક્રમમાં આવનારા લોકોને બાળકોને સાથે ન લાવવા, આઈફોન (iPhone) પર આવતા કોલનો જવાબ ન આપવા અને મેટ્રોમાં મુસાફરી કરવાનું ટાળવા માટે પણ જણાવ્યું છે.

નોંધનીય છે કે બેંગલુરુના શો સામેનો આ ખતરો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમદાવાદ પોલીસે દિલ્હી સ્થિત એક ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે; આ ગેંગ દિલજીત દોસાંજની અગાઉની કોન્સર્ટમાં મોંઘા મોબાઈલ ફોન ચોરવા માટે જવાબદાર હતી.

આ બંને આરોપીઓ ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચોરી કરવાના ઈરાદાથી અમદાવાદ આવ્યા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચોરીના ૧૧ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા, જેની કિંમત ૪.૩ લાખ રૂપિયા છે. પોલીસને શંકા છે કે આ બંને અન્ય લગભગ છ ચોરીના બનાવોમાં પણ સંડોવાયેલા હોઈ શકે છે.

વધુ વાંચો: આંધ્રપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત! ઉભેલા ટ્રક સાથે કાર અથડાતાં 5 શ્રદ્ધાળુઓનાં મોત

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img