Site icon Revoi.in

બોલિવૂડ અભિનેતા હરમન બાવેજા લગ્નના બંધનમાં બંધાયા -સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યા છે વાયરલ 

Social Share

મુંબઈ – બોલીવુડ અભિનેતા હરમન બાવેજાએ સાશા રામચંદાની સાથે લગ્ન કરી લીધા છે. હરમનના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા હરમનના લગ્નમાં પહોંચ્યો હતા અને તેમણે લગ્નના તમામ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

હરમન બાવેજાએ પિંક શેરવાની પહેરી છે. આ સિવાય તેણે સફેદ સાફો પણ પહેર્યો છે જે તેની પાઘડી અને શેરવાની સાથે ખૂબ જ સારી રીતે મેચ થાય છે. કોલકાતામાં હરમન બાવેજાએ લગ્ન કર્યા છે.

હરમનના લગ્નનું ફંકશન 3 દિવસથી ચાલી રહ્યું હતું. જેમાં સૌથી પહેલાં કોકટેલ નાઈટ શુક્રવારની સાંજે સેલિબ્રેટ કરવામાં આવી હતી. ત્યાર બાદ પીઠી અને સંગીત સેરેમની શનિવારેના રોજ રાખવામાં આવી હતી . આ લગ્નમાં બોલીવુડની જાણીતી હસ્તીઓ આશીષ ચૌધરી, આમિર અલી અને સાગરિકા ઘાટગે પણ હાજર રહ્યા હતા

હરમન બાવેજા અને સાશા રામચંદાનીનાં પરિવાર અને મિત્રો આ ત્રણ દિવસના દરેક ફંક્શનમાં જોવા મળ્યા હતા. હરમનની જાનનો વીડિયો પણ રાજકુન્દ્રાએ શેર કર્યો છે. જેમાં  હરમન સાથે તેના મિત્રો અને જાનૈયા ડાન્સ કરતા જોવા મળ્યા છે.

સાહિન-