Site icon Revoi.in

માનહાનિ કેસમાં વળાંક, હવે કંગના રનૌતે જાવેદ અખ્તર સામે કાઉન્ટર કેસ કર્યો

Social Share

મુંબઇ: મુંબઇની એક કોર્ટમાં લેખક જાવેદર અખ્તર દવારા અભિનેત્રી કંગના રનૌત સામે કરવામાં આવેલા માનહાનિ કેસ મામલે સુનાવણી થઇ હતી. આ દરમિયાન બંને કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર વિવાદમાં કંગના રનૌતે જાવેદ અખ્તર વિરુદ્વ કાઉન્ટર અરજી દાખલ કરી છે જેમાં તેણે જાવેદ અખ્તર પર અનેક આરોપ લગાવ્યા છે.

મુંબઈની અંધેરી કોર્ટમાં સોમવારે ભારે સુરક્ષા વચ્ચે કંગના હાજર રહેવા પહોંચી હતી. મેજિસ્ટ્રેટ દ્વારા બંનેને આ કેસમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. જાવેદ અખ્તર અગાઉ જ કોર્ટમાં હાજર થયા હતા.

હવે મેજિસ્ટ્રેટેટ 15 નવેમ્બરના રોજ આ કેસની સુનાવણી હાથ ધરવા કહ્યું છે. કંગના રનૌતે આ દરમિયાન વધુ એક અરજી દાખલ કરી હતી. જેમાં જાવેદ અખ્તર પર બળજબરીપૂર્વક વસૂલાત, પ્રાઇવસી ભંગ સહિત અનેક આરોપો લગાવ્યા છે. કંગના રનૌતે પોતાની અન્ય એક અરજીમાં બંને કેસ અન્ય કોઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે પણ વિનંતી કરી હતી.

હકીકતે 2020ના વર્ષમાં કંગના રનૌતે એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા કેસમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેણે જાવેદ અખ્તરને લઈ અનેક પ્રકારના આરોપો લગાવ્યા હતા. તેને લઈ જાવેદ અખ્તરે કંગના રનૌત પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે અગાઉ પણ કંગનાને હાજર રહેવા કહેલું પરંતુ તે કોર્ટમાં હાજર નહોતી થઈ શકી. જોકે હવે કોર્ટના આકરા વલણ બાદ તે સોમવારે કોર્ટમાં રજૂ થઈ હતી અને કેસ ટ્રાન્સફર કરવા માગણી કરી હતી.