Site icon Revoi.in

વર્ષ 2020માં બોલિવૂડ બોક્સ ઓફિસને કોરોનાનું ગ્રહણ, 3500 કરોડનું નુકસાન

Social Share

મુંબઇ: વર્ષ 2020નો પ્રારંભ બોલિવૂડ માટે સંગીન રહ્યો હતો જ્યારે અજય દેવગણની એક્શન ફિલ્મ તાનાજી રિલીઝ થઇ હતી. આ ફિલ્મે રેકોર્ડ કલેક્શન કર્યું હતું અને હિટ પણ સાબિત થઇ હતી. જો કે બાદમાં માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ બાદ બોલિવૂડને જાણે કે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ બોક્સ ઓફિસને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. કોરોનાને કારણે લાગૂ પડેલા દેશવ્યાપી લોકડાઉનથી સિનેમાગૃહો બંધ રાખવામાં આવ્યા હતા જેને કારણે બોક્સ ઓફિસને મોટો આર્થિક ફટકો પડ્યો હતો.

સમગ્ર દેશમાં ઑક્ટોબર મહિના સુધી સિનેમાગૃહો બંધ થવાના લીધે બોલિવૂડ બોક્સ ઓફિસને હજારો કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. વર્ષ 2020માં અનેક બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવાની હતી જેનાથી બોક્સ ઓફિસને ઘણી આશા હતી જો કે એવું કઇ શક્ય બન્યું નહીં. આ વર્ષે બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સની અને મોટા બેનર્સની ફિલ્મો રિલીઝ થવાની હતી.

એક રિપોર્ટ અનુસાર બોલિવૂડ બોક્સ ઓફિસને વર્ષ 2020માં 3500 કરોડ રૂપિયાથી વધારેનું નુક્સાન થવા પામ્યું છે. ગત વર્ષે બોલિવૂડ બોક્સ ઓફિસે ઘણી હિટ્સ ફિલ્મોમાંથી 4400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બોલિવૂડે આ મહિનાની શરૂઆતના અઢી મહિનામાં 780 કરોડ રૂપિયાની કમાણી કરી. બોલિવૂડને આ કમાણી તાનાજી, બાગી-3 અને મલંગ જેવી ફિલ્મોને કારણે થઇ. હવે જ્યારે વર્ષ 2020 પૂર્ણતાના આરે છે ત્યારે બોલિવૂડને વર્ષ 2021માં અનેક આશા છે.

(સંકેત)