Site icon Revoi.in

બોલિવૂડ ક્વિન કંગના રનૌતનો જન્મદિવસ, હંમેશા વિવાદ સાથએ ખાસ નાતો છે આ અભિનેત્રીનો

Social Share

મુંબઈ – બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજરોજ એટલે કે 23 માર્ચે પોતાનો 36મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે,આજ રોજ તેની બર્થડેના એક દિવસ પહેલા જ કંગનાને ખૂબ સરસ ભેટ મળી છે,કંગનાને તેની શાનદાર ફિલ્મ્સ ‘મણીકર્ણિકા’ અને ‘પંગા’ માટે રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

કંગના બિંદાસ છે તે તો સૌ કોઈ જાણે છે,સોશિયલ મીડિયા પર તે અનેક સામે પંગા લેતી જોવા મળે છે,ખરેખરમાં તેને બોલિવૂડમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, કારણ કે પોતાનો જ પરિવાર ઈચ્છતો નહોતો કે કંગના એક્ટ્રેસ બને.

કંગનાનો જન્મ 23 માર્ચ વર્ષ 1987ના રોજ હિમાચલમા મંડી જીલ્લામાં રાજપૂત પરિવારમાં થયો હતો તેના માતા પિતા સિવાય તેની મોટી બહેન રંગોલી ચંદેલ અને એક નાનો ભાઈ અક્ષત છે,તેની માતા એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેના પિતા એક બિઝનેસ મેન છે.

એક ટ્વિટમાં કંગનાએ જણાવ્યું હતું કે, તેના પિતા ઇચ્છે છે કે તેણી ડ ડોક્ટર બને, પરંતુ તેણએ અભિનેત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી . કંગના 12 માં ધોરણમાં પણ ફેલ થઈ હતી. તેના પિતાનો મિજાજ ખૂબ કડક હતો પિતાથી બગાવત કરીને છેવટે કંગનાએ ઘરનો ત્યાગ કર્યો હતો.

આજના આ ખાસ દિવસે અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં કંગના તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરતી જોવા મળે છે જેઓ તેને પ્રેમ કરે છે અને તેના શુભચિંતકો છે. આ સાથે કંગના વીડિયોમાં પોતાના દુશ્મનોની માફી માંગતી પણ જોવા મળી રહી છે.

કંગનાએ વીડિયોમાં કહ્યું છે કે  ‘મારા દુશ્મનો, જેમણે મને આજ સુધી આરામ કરવા દીધો નથી. મને ગમે તેટલી સફળતા મળી હોય, મારી સફળતા તેમણ ેજાળવી રાખી. મને લડતા શીખવ્યું, સંઘર્ષ કરતા શીખવ્યું, હું હંમેશા તેમનો આભારી રહીશ.

કંગનાની સફળતાની શરુઆત અહીંથી થાય છે, અને તેની સફળતા છેવટે રંગ પણ લાવે છે જે આજે આપણે જોઈ શકીએ છીએ, કંગનાએ ઘણી હિટ ફિલ્મો કરી છે જેમાં મોટે ભાગે સમહિલા પ્રધાન  ફિલ્મ્સ છે. કંગનાને પહેલીવાર ફિલ્મ ‘ફેશન’ માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી ત્યારે કંગના માત્ર 22 વર્ષની હતી. ત્યારબાદ તેને ‘ક્વીન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ જેવી ફિલ્મ્સ માટે રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરાઈ હતી.

કંગના હંમેશા તેની ફિલ્મ્સની ચર્ચામાં રહેવાની સાથે સાથે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.તેનું બેજિજક બોલવું સોશિયલ મીડિયામાં વાયરલ થી રહ્યું છે, ખરા અર્થમાં તેના ચાહકો તેને રાણી કહી રહ્યા છે.