Site icon Revoi.in

બોલિવૂડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપુર ફેમિલી ડિનરમાં સાથે જોવા મળ્યા- ફરી બન્યા ચર્ચાનો વિષય

Social Share

મુંબઈ – અર્જુન કપૂર અને મલાઈકાના અફેરથી દરેક લોકો વાકેફ છે,આ બન્ને સેલિબ્રિટી  બ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ રહ્યા છે પરંતુ તેમના અફેરની બન્ને તરફથી ક્યારેય સરેઆમ કબુલાત કરવામાં આવી નથી. સોશ્યલ મીડિયા પર પણ બંને એક બીજાના સાથે ફોટા શેર કરતા રહે છે. હાલમાં જ આ બંનેનો એફ ફોટ  સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મલાઈકાનો પુત્ર અરહાન પણ સાથે જોવા મળી રહ્યો છે.

મલાઇકા તેના પુત્ર સાથે તેના રેપેન્ટ્સને મળવા આવી હતી. તે સમયે તેની સાથે અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો. મલાઈકા, અર્જુન અને અરહાનનો આ ફોટો ચર્ચાનો વિષય બન્યો છે, તેમના સંબધને લઈને અનેક અફવાઓએ જોક પકડ્યું છે, આ સાથે જ મલાઇકાની બહેન અમૃતા અરોરાના બાળકો પણ તેમની સાથે જોવા મળ્યા હતા.

આ સાથે વિશેષ વાત એ છે કે આ બન્ને પરિવારે સાથે મળીને ડિનર પણ કર્યુ હતુ, ત્યાર બાદ તેમના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ઉલ્લેખનીય છે કે અર્જુન કપુર સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ રહે છે, જો કે તેમના ચાહક વર્ગને હંમેશા અર્જુની સાથએ મલાઈકાનો ઈન્તઝાર રહેતો હોય છે,આ પહેલા આ બન્ને કપલે વેલેન્ટાઈન્સ ડે પણ ઉજવ્યો હતો ત્યારે પણ બન્ને સાથે જોવા મળ્યા હતા, જો કે તેમના ચાહકો બન્નેને સાથે જોવાનું પસંદ કપરી જ રહ્યા છએ પરંતુ આ બન્ને તરફથી પોતાના સંબંધને લઈને ચોક્કસ પૃષ્ટિ કરાઈ નથી.

સાહિન-

Exit mobile version