Site icon Revoi.in

મુંબઈ હાઈકોર્ટે જ્હોન્સન એન્ડ જોન્સન કંપનીને પાવડર બનાવાની આપી છૂટ  – વેચાણ મામલે હાલ પણ પ્રતિબંધ

Social Share

મુંબઈઃ- અમેરિકાની બેબી પાવડર બનાવતી કંપની જ્હોન્સન એન્ડ જોનસન ઘણા સમયથી વિવાદમાં આવી હતી આ પાવડરથી કન્સરનું જોખમ વર્તાવાના મામલે કંપની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હજારો કરોડ રૂપિયાનો દંડ હાલ પણ કંપની ચૂકવી રહી છે, બેબી પાવડર કંપનીએ રાજ્ય સરકારના આદેશને પડકારતી એક અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરી હતી.

 જો કે હવે  ભારતમાં બોમ્બે હાઈકોર્ટે જ્હોન્સન એન્ડ જોન્સન કંપનીને  પાવડર બનાવવા માટે એક વખત ફરીથી મંજૂરી આપી  દીધી છે, પરંતુ તેના વેચાણ પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.આ અગાઉ 15 સપ્ટેમ્બરના આદેશમાં બેબી પાવડરનું લાઈસન્સ રદ્દ અને 20 સપ્ટેમ્બરે કંપનીના બેબી પાવડરના ઉત્પાદન-વેચાણમાં પણ તાત્કાલિક બંધ કરવામમાં આદેશ આપવામાં આવ્યો હતો. 

જસ્ટિસ એસવી ગંગાપુરવાલા અને જસ્ટિસ એસજી ડિગેએ સુનાવણી બાદ કહ્યું કે ‘સરકારના આદેશો હેઠળ કંપની પાઉડરનું વિતરણ અને વેચાણ નહીં કરે. જો તમારે ઉત્પાદન કરવું હોય તો તમે પાવડર બનાવી શકતો છો પણ વેચી શકશો નહી.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્ર સરકારે કંપનીનું લાઇસન્સ રદ કર્યું હતું અને કોલકાતાની સરકારી લેબોરેટરીમાં કંપનીના પાઉડરનું pH મૂલ્ય સલામત મર્યાદા કરતાં વધુ હોવાથી તેનું ઉત્પાદન અટકાવી દીધુ હતું.આ સમગ્ર મામલે  આ આદેશ તેની વિરુદ્ધ દાખલ કંપનીની અરજી પર સુનાવણી કર્યા બાદ આપ્યો હતો. જો કે હવે સુનાવણી 30 નવેમ્બરે રાખવામાં આવી છે.