Site icon Revoi.in

આજથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો લઈ શકે છે વેક્સિનનો બુસ્ટર ડોઝ,જાણો બુસ્ટર ડોઝ વિશેની કેટલીક વાતો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, કોરોનામાં વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે.ત્યારે હવે વેક્સિનના બે ડોઝ લી ચૂક્લ ાલોકો માટે આજથી વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત થી ચૂકી છે.

18 વર્ષની ઉમંર ઘરાવતા અને તેથી વધુ ઉંમરા લોકો વેક્સિનનો આ બૂસ્ટર ડોઝ લી શકે છે,ઉલ્લેખનીય છે કે આ ચત્રીજા ડોઝને સરકારે પ્રીકોશન ડોઝ એટલે કે સાવચેતી રસીનું નામ આપ્યું છે.ઘણા દેશોમામ આ ડોઝને બૂસ્ટર ડોઝ પણ કહેવામાં આવ્યું છે.

જો કે મહત્વની વાત એ છે કે આ બુસ્ટર ડોઝ માટે તનમારે પૈસા ચૂકવવાના રહેશે, ભારતમાં કેન્દ્ર સરકાર તરફથી લોકોને પહેલાં બે ડોઝ મફતમાં મળ્યાં હતાં. પણ આ ત્રીજો ડોઝ આપે પૈસા આપવાં પડશે.

આ ડોઝ લેવા માટે ઉંમર 18 વર્ષથી વધુ છે અને તમે 9 મહિના પહેલા અથવા 39 અઠવાડિયા પહેલા રસીનો બીજો ડોઝ  લીધેલો હોવો જોઈએ તે જરુરી છે.રસીનો ત્રીજો ડોઝ પણ તમે લીધેલા પ્રથમ અને બીજા ડોઝ જેવો જ હશે. એટલે કે, જો તમે બે ડોઝ કોવેક્સીનના કે કોવિડશિલ્ડના લીધા હશે તો સેન ડોઝ જ તમારો ત્રીજો ડોઝ હશે.સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે તેમની રસીના સાવચેતી ડોઝની કિંમત ઘટાડીને 225 રૂપિયા કરી દીધી છે.એટલે કે તમારે ત્રીજો ડોઝ લેવા માટે 335 રુપિયા ખર્ચ કરવા પડશે.