Site icon Revoi.in

બોપલ-ઘૂમા વિસ્તારને મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કરાયો પણ વિકાસના કામો ઠેરના ઠેર

Social Share

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનમાં શહેરના સીમાડાં વિસ્તારમાં આવેલા કેટલાક ગામો અને નગરપાલિકાઓનો મ્યુનિની ચૂંટણી પહેલા જ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બોપલ અને ઘૂમા વિસ્તારનો પણ સમાવેશ કરાયો હતો. બોપલ અને ઘૂમા મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ કરતા આ વિસ્તારના લોકોને એવી આશા જાગી હતી કે હવે બોપલ-ધૂમા વિસ્તારનો વિકાસ થશે. પણ લોકોની આશા ઠગારી નિવડી છે.  નવા સમવાયેલા વિસ્તારોને પ્રાથમિક સુવિધા આપવાના પ્રશ્નો સતત વધી રહ્યા છે. બોપલ-ઘુમા વિસ્તારનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે મહિના પહેલા સમાવેશ કરાયો હોવા છતાં હજુ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા)એ નવા ભળેલા વિસ્તારની ફાઈલો મ્યુનિ.કોર્પોરેશનને પહોંચાડી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ બોપલ અને ઘૂમા વિસ્તારના અનેક પ્રશ્નો વણઉકલ્યા છે. ઘણા વિસાતરમાં પાણી અને ગટરના પ્રશ્નો છે. સાંજના સમયે ટ્રાફિકથી માર્ગો ચક્કાજામ બને છે. ઘણી સોસાયટીઓ સુધી રોડ પણ બન્યા નથી. ઉપરાંત બિલ્ડરોના અનેક પ્લાન અટવાયા છે. તેમજ 1 હજારથી વધુ ફાઈલો અટવાતા પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. તેમજ આ વિસ્તારના રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટના કામો પણ ખોરંભે ચડતા સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.

આ ઉપરાંત , અમદાવાદના મોટાભાગના રસ્તાઓ પર ખાડારાજ છે. પરંતુ બોપલ અને સાઉથ બોપલની સ્થિતિ સૌથી વિકટ છે.  જેમાં ગાલા જીમખાના રોડ હોય કે સફલ પરિસર કે પછી સાઉથ બોપલનો મુખ્ય માર્ગ હોય. આ તમામ રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે.એવું નથી કે ચોમાસામાં જ આવી દશા હોય છે. સ્થાનિકોના મતે પાછલા એક વર્ષથી ખાડારાજ છે. બાંધકામ સાઈટની ટ્રકો પસાર થતી હોવાથી રસ્તા તૂટી જાય છે. આ તૂટેલા રસ્તાથી વાહનોને ભારે નુકસાન પહોંચે છે તો નાના-મોટા અકસ્માતનો પણ ખતરો રહે છે.