Site icon Revoi.in

ભારત બાયોટેક સાથે બ્રાઝિલે કોવેક્સિનના 2 કરોડ ડોઝનો કરાર કર્યો

Social Share

દિલ્હી – સમગ્ર વિશ્વમાં ભારત બાયોટેકની વેક્સિનના વખાણ થઈ રહ્યા છે,ભારતની સ્વદેશી વેક્સિન બનાવનાર ભારત બાયોટેક સાથે હવે આ બાબતે બ્રાઝીલે કરાર કર્યો છે.આ સમગ્ર મામલે બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક સાથે કોરોના વેક્સિનના 20 મિલિયન ડોઝની ખરીદી કરવા માટે કરાર કર્યો છે.

કો-વેક્સીન’ ના ઉપયોગને સ્થાનિક નિયમનકારો દ્વારા હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી. ઉસલ્લેખનીય છે કે,કોરોનાના કારણે બ્રાઝિલમાં મૃત્યુઅંક વ્ધોય છે, કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા 25 મિલિયન સુધી પહોંચી ચૂકી છે.

આ સમગ્ર બાબતને ધ્યાનમાં લેતા બ્રાઝિલે ભારત બાયોટેક સાથે વેક્સિનના ડોઝ મામલે કરાર કર્યો છે.બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોના તંત્રને કહ્યુ કે,કોવૈક્સીન રસીના 80 લાખ ડોઝની પ્રથમ ખેપ માર્ચમાં આવશે. આ સાથે જ બીજા 80 લાખ ડોઝની બીજી બેચ એપ્રિલમાં અને મે મહિનામાં અન્ય 40 લાખ ડોઝ આવવાની સંભાવનાઓ છે.

ઉલ્લેકનીય છે કે બ્રાઝિલમાં વેક્સિનનો એભાવ છે જેના કારણે રસીકરણમાં મુયસ્કેલીઓ આવી રહી છે,21 કરોડની વસ્તીના માત્ર ચાર ટકા જ લોકોને જ વેક્સિન  અપાઈ છે, જો કે ા મામલે હજી સુદી કંપની દ્રારા પૃષ્ટી કરાઈ નથી.

 

સાહિન-