Site icon Revoi.in

બ્રાઝિલની માત્ર 8 વર્ષની નિકોલની વિશ્વસ્તરે મોટી સિદ્ધીઃ 18 સ્પેસ રોકની કરી શોધ કરી વિશ્વની સૌથી નાની ઉંમરની ખગોળશાસ્ત્રી બની

Social Share

દિલ્હી અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સાથે સંકળાયેલ 8 વર્ષિય બાળકી નિકોલ ઓલિવેરિયાએ ઈતિહાસ રચ્યો છે, નિકોલ નાસા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે જેમાં એસ્ટરોઇડની શોધ કરવામાં આવી રહી છે. આ સફળતાના કારણે નિકોલ વિશ્વની સૌથી નાની ઉંમરની ખગોળશાસ્ત્રી બની ચૂકી છે.

નિકોલ મોટી થઈને અને એરો સ્પેસ એન્જિનિયર બનીને રોકેટ બનાવવા માંગે છે. તેનું સપનું છે કે જો તે અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર પર જાય તો ત્યાં તેનું રોકેટ ત્યા જોવા મળે. અવકાશમાં સફળતાનું સપનું જોનાર નિકોલએ ઘણા ખગોળશાસ્ત્રીઓના ઈન્ટરવ્યુ લીધા છે. તેણી બ્રાઝિલના મંત્રી માર્કોસ પોન્ટ્સને મળી  છે, જે અવકાશમાં જનારા માટે એકમાત્ર બ્રાઝિલિયન છે.

પરિવારે જણાવ્યું કે નિકોલને બાળપણથી જ અવકાશની દુનિયામાં રસ હતો. સાત વર્ષની ઉંમરે તેને ટેલિસ્કોપ આપવામાં આવ્યો હતો. આ પછી, રાત પડતા જ, તે અવકાશની દુનિયાને જોતી  રહેતી હતી તેના સપનાઓ પણ ખૂંબ ઊંચા હતા.

નાસાના એસ્ટરોઇડ હન્ટર પ્રોગ્રામ સાથે સંકળાયેલી નિકોલને પોતાની વૈજ્ઞાનિક કુશળતા દ્વારા 18 અવકાશ ખડકોની શોધ કરી છે. નાસા તેના એસ્ટરોઇડ હન્ટર પ્રોગ્રામ સાથે બાળકોને તેમની વૈજ્ઞાનિક કુશળતા વધારવા માટે જોડે છે જેથી આ બાળકો ભવિષ્યમાં અવકાશની દુનિયામાં વધુ સારું કાર્ય કરી શકે અને આ ક્ષત્રમાં કંઈક નવું કરી શકે.

નિકોલે જે 18 અવકાશ ખડકોની ઓળખ કરી છે  તેની એસ્ટરોઇડ તરીકે પુષ્ટિ કરવા માટે સમય લાગશે . જો સફળ થાય તો, તે આટલી નાની ઉંમરે 18 એસ્ટરોઇડ શોધનાર વિશ્વની સૌથી નાની ઉંમરની ખગોળશાસ્ત્રી બનશે. એટલું જ નહીં, નિકોલ ઇટાલિયન ખગોળશાસ્ત્રી લુઇગી સનીનોનો રેકોર્ડ પણ તોડશે, જેમણે 18 વર્ષની ઉંમરે 1998 અને 1999 માં અવકાશમાં બે એસ્ટરોઇડ શોધ્યા હતા.

નિકોલએ કહ્યું કે તેણે જે સ્પેસ રોક્સની શોધ કરી છે તેનું નામ તે બ્રાઝીલીયન વૈજ્ઞાનિકોના નામ પરથી રાખશે, બાકીના રોક્સને તેના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોના નામ આપશે. તેમને નાસામાં જોડાવાની તક પણ મળી છે કારણ કે બ્રાઝિલ નાસા સાથે ઘણા મિશન પર કામ કરી રહ્યું છે. નિકોલને પણ આ મિશનમાં તક મળી છે.