Site icon Revoi.in

ભગવાન શિવ સાથે જોડાયેલી આ વસ્તુઓને ઘરે લાવો,ચમકશે તમારું ભાગ્ય

Social Share

દેવોના પણ દેવ એવા મહાદેવ અથવા જેનું કાળ પણ કઈ ના બગાડી શકે તેવા મહાકાલના દર્શનથી જ લોકોના જીવન ધન્ય થઈ જાય છે, લોકોની ભગવાન શિવ પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા પણ અતૂટ હોય છે, ત્યારે જો વાત કરવામાં આવે ભગવાન શિવ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓની કે જેને ઘરમાં રાખી શકાય તો આ વર્ષે તેને ઘરમાં જરૂર લાવજો.

જો તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો નવા વર્ષના પહેલા દિવસે પારદ શિવલિંગને ચોક્કસ ઘરે લાવો અને યોગ્ય વિધિથી પારદ શિવલિંગની પૂજા કરો. એવી ધાર્મિક માન્યતા છે કે ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરવાથી જીવનમાં પ્રવર્તતા તમામ દુ:ખનો નાશ થાય છે.

જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં ત્રિશૂળ જરૂરથી લાવો. આ દિવસે ભગવાન શિવ અને તેમના શસ્ત્રની પૂજા વિધિ-વિધાનથી કરો. એવું માનવામાં આવે છે કે ઘરમાં ત્રિશૂળ રાખવાથી આવક અને સૌભાગ્ય વધે છે. તેમજ ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર થાય છે.

જો તમે ઘરમાં પ્રવર્તતી નકારાત્મક ઉર્જા દૂર કરવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસે ડમરુ જરૂરથી ઘરમાં લાવો. આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિ પ્રમાણે કરો. પૂજા કર્યા પછી ઘરના તમામ ભાગોમાં ડમરુ વગાડવું. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર થાય છે.

ઉલ્લેખનીય છે કે, દેવોના દેવ મહાદેવને સોમવાર ખૂબ જ પ્રિય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમજ સોમવારે વ્રત રાખવામાં આવે છે. આ વ્રતના પુણ્યને કારણે સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ આવે છે. વર્ષ 2024 નો પહેલો દિવસ સોમવાર છે.