Site icon Revoi.in

બ્રિટનની ક્વિન કંસોર્ટ કૈમિલાને થયો કોરોના – તમામ કાર્યક્રમો થોડા દિવસ માટે કર્યા રદ

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાંથી હજી પણ કોરોના ગયો નથી વિશ્વના કેટલાક દેશોમાં હાલ પણ છૂટા છવાયા કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે બ્રિટનમાં પણ કોરોનાના કેસો હાલ નોંધાતા જોવા મળ્યા છે તેનું તાજેતરનું ઉદાહરણ બ્રિટનના ક્વિન છે કે જેઓ કોરોના સંક્રમિત થયા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બ્રિટનની ક્વિનને  કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાની માહિતી સામે આવી છે.  બકિંગહામ પેલેસ દ્રારા વિતેલા દિવસને સોમવારે જણાવ્યું હતું કે બ્રિટનની રાણી પત્ની કેમિલા કોવિડ-19થી સંક્રમિત થઈ છે

રાજા ચાર્લ્સ III ની પત્ની ક્વીન કોન્સોર્ટ કેમિલા કોરોના સંક્રમિત મળી આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બકિંગહામ પેલેસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેમિલાને શરદી અને ફ્લૂની ફરિયાદ હતી. ટેસ્ટ બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કંસોર્ટ કેમિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લોકો રાજા ચાર્લ્સ III ના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત છે. બકિંગહામ પેલેસ તરફથી આ અંગે કોઈ માહિતી સામે આવી નથી. જણાવી દઈએ કે એક વર્ષ પહેલા પણ કેમિલા કોરોના પોઝિટિવ થઈ ગઈ હતી.ત્યારે ફરી તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
Exit mobile version