Site icon Revoi.in

બ્રિટનની કંપનીએ તૈયાર કર્યુ રોબોટિક કીચન, તમામ પ્રકારના કામ કરવા માટે સક્ષમ

Social Share

અમદાવાદ: ટેક્નોલોજીને લઈને એક વાત કહેવામાં આવે છે કે ટેક્નોલોજી હવે તો જેટલી આવે એટલી ઓછી.. ત્યારે આવા સમયમાં બ્રિટનની કંપની મોલે રોબોટિક કિચનને તૈયાર કર્યું છે અને તે તે 5000 વિવિધ પ્રકારની ડિશિશ તૈયાર કરી શકે છે.

રોબોટિક કિચનને તૈયાર કરનારી બ્રિટનની કંપની મોલે રોબોટિક્સનું કહેવું છે કે, તેમાં બે હાથ લગાવવામાં આવ્યા છે જે 2001માં માસ્ટર શેફના વિનર રહેલા ટિમ એન્ડરસના હાથોની જેમ કામ કરે છે.

આ ટેક્નોલોજીમાં ઓટોમેટિક કિચન આપમેળે ફ્રિજમાંથી વસ્તુ કાઢે છે અને વાસણમાં વસ્તુ રાખે છે. ખાવા બનાવવા માટે તાપમાન કેટલું રાખવું છે તે પણ નક્કી કરે છે. એટલું જ નહીં, તમારી સામે ખાવાનું પણ સર્વ કરે છે.

આ ઓટોમેટિક કિચન અનેક વિજ્ઞાનીઓ અને એન્જિયર્સે મળીને તૈયાર કર્યું છે અને તેને તૈયાર કરનારી ટીમમાં 3 એવોર્ડ વિનિંગ શેફ પણ સામેલ છે. આ ઓટોમેટિક કિચનને તૈયાર કરવામાં 6 વર્ષનો સમય લાગ્યો છે. કંપનીએ હાલ આ કિચનની કિંમત 29થી 54 લાખ રૂપિયા સુધી રાખી છે.

તેમાં રોબોટિક કેમેરા અને સેન્સર લાગેલા છે. જેની મદદથી રોબોટ વસ્તુને શોધે છે, વાસણોને લે છે અને ખાવાનું તૈયાર કરે છે. કેમેરાની મદદથી એ જોવે છે કે વાસણને સાફ કરવાનું છે કે નહીં. એટલું જ નહીં ખાવાનું બનાવતી વખતે ઈન્ફેક્શન ન ફેલાય તેના માટે રોબોટમાં અલ્ટ્રાવાયોલેટ લેમ્પ પણ લગાવવામાં આવેલા છે જે કિચનની સપાટી પર રહેલા જંતુઓનો નાશ કરે છે.

_Vinayak