Site icon Revoi.in

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન 21 એપ્રિલના રોજ ભારતની લેશે મુલાકાત

Social Share

દિલ્હીઃ- ભારત દેશની મુલાકાત દેશવિદેશના પ્રધાનમંત્રીઓ અને નેતાઓ આવતા હોય છે આજ શ્રએણીમાં 21 એપ્રિલના રોજ હવે બ્રિટનના વડાપ્રધાન હોરિસ જયનસન ભઆરતની મુલાકાતે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તેઓએ ભારત આવવાની બે વખત યોજનાઓ બનાવી હતી જો કે કોરોનાના કારણે તેમની આ મુાકાત રદ થી હતી ત્યારે ફરી તેઓ 21 -22 એપ્રિલના રોજ ભારતની મુલાકાતે આવશે,

બોરિસ જોન્સનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 52 દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. બોરિસ જોનસનની આ મુલાકાત દરમિયાન બંને પક્ષો તેમના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં વાતચીત કરશે

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસન ગયા વર્ષે ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોના વાયરસના કારણે તેમણે બે વખત પ્રવાસ રદ કરવો પડ્યો હતો. વિતેલા વર્ષે જાન્યુઆરીમાં પ્રથમ વખત મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપવાના હતા પરંતુ કોરોનાવાયરસને કારણે પ્રવાસ રદ કરવો પડ્યો હતો. આ પછી એપ્રિલમાં પણ કોરોના વાયરસને કારણે બીજી વખત ટૂર કેન્સલ કરવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના યુકે સમકક્ષ બોરિસ જોનસન વચ્ચે છેલ્લી મુલાકાત વિતેલા વર્ષે નવેમ્બરમાં ગ્લાસગો સમિટ દરમિયાન થઈ હતી. ગયા મહિને બંને નેતાઓએ ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓએ યુક્રેનની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી.આ સમયે બન્ને  નેતાઓએ દ્વિપક્ષીય હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી