Site icon Revoi.in

G20 સમિટમાં ભાગ લેવા બ્રિટનના વડા ‘ઋષિ સુનક’ ઉત્સુક- યુકેના હાઈ કમિશનરે ભારતની કરી પ્રસંશા

Social Share

દિલ્હીઃ- ા વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને અનેક બેઠકો દેશના 200 જેટલા જૂદા જૂદા શહેરોમાં યોજાઈ રહી છે ત્યારે હવે જી 20ની મહત્વની બેઠક કે જે ડિસેમ્બરમાં યોજાવાની છે જેમાં વિશ્વભરના નેતાઓ ઉપસ્થિતિ રહેવાના છે આવી સ્થિતિમાં બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે કહ્યું છે કે તેઓ જી 20ની બેઠકમાં ભાગ લેવા ઘણા ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે  જી-20 સમિટ નવી દિલ્હીમાં 9 અને 10 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે આ માટેની તૈયારીઓ અત્યારથી ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા દેશોના વડાઓ આવવાના છે. આ દરમિયાન માહિતી સામે આવી છે કે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
બીજી તરફ ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે શુક્રવારે કહ્યું હતું કે, “બ્રિટિશ વડા પ્રધાન G20 સમિટમાં ભાગ લેવા માટે ખૂબ ઉત્સુક છે.” એલિસે કહ્યું કે વડાપ્રધાને ઉલ્લેખ કર્યો કે ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે તે એક મહાન બાબત છે. ભારતની સંસ્કૃતિ વિશ્વને આકર્ષે છે, જાણકારી અનુસાર ભારતમાં 100 G20 મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ સમયે, લગભગ 100 વધુ સભાઓનું આયોજન કરવામાં આવશે.
વઘુ વિગત પ્રમાણે પોતાની વાતમાં તેમણે ઉમેર્યું હતું કે “વડાપ્રધાન ઋષિ સુનક લીડર્સ સમિટ માટે ભારત પાછા આવવા માટે ખૂબ ઉત્સુક છે”. યુકે હાઈ કમિશનરે અગાઉ પ્રતિષ્ઠિત બિકાનેર હાઉસ ખાતે સીમા કોહલીના કલા પ્રદર્શન ‘કટ ફ્રોમ ધ સેમ ક્લોથ’ની મુલાકાત લીધી હતી, જે શનિવારથી 4 ઓગસ્ટ સુધી લોકો માટે ખુલ્લું રહેશે ત્યારે હવે બ્રિટનના વડા ભારત આવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.