Site icon Revoi.in

બજેટ 2019: 105 મિનિટનું પિયૂષ ગોયલનું ભાષણ, 105 અપડેટ, મોદીના બજેટમાં તમારા માટે શું છે?

Social Share

કાર્યવાહક નાણાં પ્રધાન પિયૂષ ગોયલે આજે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા બજેટ પર સૌની નજર હતી. પિયૂષ ગોયલે આ બજેટમાં ટેક્સપેયર, ગરીબો અને ખેડૂતો માટે ખાસ ધ્યાન આપ્યું છે. બજેટમાં ટેક્સ સ્લેબમાં બમ્પર છૂટ આપવામાં આવી છે. 105 મિનિટના ભાષણમાં પિયૂષ ગોયલે મોટા એલાન કર્યા છે. 105 અપડેટમાં વાંચો બજેટની દરેક વાત

  1. 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ
  2. કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે રજૂ કર્યું વચગાળાનું બજેટ
  3. ગોયલે, જેટલીના સારા સ્વાસ્થ્યની કામના વ્યક્ત કરી
  4. નરેન્દ્ર મોદીએ દેશને મજબૂત સરકાર આપી: પિયૂષ ગોયલ
  5. 2022 સુધીમાં ખેડૂતોની આવક બેગણી કરવાનુ લક્ષ્યાંક : પિયૂષ ગોયલ
  6. અમારી સરકારે દેશમાં ભ્રષ્ટાચારને સમાપ્ત કર્યો છે: પિયૂષ ગોયલ
  7. ભારત આજે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી ઈકોનોમી છે : પિયૂષ ગોયલ
  8. અમારી સરકારે કમરતોડ મોંઘવારીની કમર તોડી નાખી : પિયૂષ ગોયલ
  9. મોંઘવારી કાબુમાં આવવાથી આમ આદમીની બચત વધી છે: પિયૂષ ગોયલ
  10. અમારી સરકાર 2022 સુધીમાં દરેકને મકાન આપશે: પિયૂષ ગોયલ
  11. મોંઘવારીનો દર અત્યાર સુધીના નીચલા સ્તર પર છે: પિયૂષ ગોયલ
  12. પુરોગામી સરકારના કાર્યકાળમાં બેહિસાબ લોન વહેંચવામાં આવી: પિયૂષ ગોયલ
  13. અમારી સરકારે નાણાંકીય ખાદ્યને અડધી કરી: પિયૂષ ગોયલ
  14. ગત પાંચ વર્ષોમાં ઘણી યોજનાઓને શરૂ કરવામાં આવી: પિયૂષ ગોયલ
  15. આજે મોટા ઉદ્યોગપતિઓને પણ લોન પાછી આપવી પડે છે: પિયૂષ ગોયલ
  16. બેન્કિંગ વ્યવસ્થાને સુધારવા માટે ઐતિહાસિક પગલા ઉઠાવ્યા છે : પિયૂષ ગોયલ
  17. અમે ભ્રષ્ટાચારમુક્ત સરકાર ચલાવી છે : પિયૂષ ગોયલ
  18. પાંચ લાખથી વધારે ગામડા ખુલ્લામાં શૌચથી મુક્ત થયા : પિયૂષ ગોયલ
  19. સ્વચ્છ ભારત અભિયાન બન્યું રાષ્ટ્રીય આંદોલન: પિયૂષ ગોયલ
  20. દેશના સંસાધનો પર પહેલો અધિકાર ગરીબોનો છે: પિયૂષ ગોયલ
  21. મોદી સરકારે ગરીબોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો: પિયૂષ ગોયલ
  22. મનરેગા માટે 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી: પિયૂષ ગોયલ
  23. 1.70 લાખ કરોડ રૂપિયા સસ્તા અનાજ પર વાપરવામાં આવ્યા : પિયૂષ ગોયલ
  24. આજે દરેક ગામને સડકોથી જોડવાની કામગીરી થઈ રહી છે: પિયૂષ ગોયલ
  25. અમારી સરકારે 1.53 કરોડ મકાન બનાવ્યા છે: પિયૂષ ગોયલ
  26. સૌભાગ્ય યોજનાથી દરેક મકાનમાં વીજળી આપવામાં આવી છે : પિયૂષ ગોયલ
  27. સરકારે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના લોન્ચ કરી: પિયૂષ ગોયલ
  28. આયુષ્માન ભારત યોજનાથી અત્યાર સુધી 10 લાખ લોકોને ફાયદો પહોંચ્યો : પિયૂષ ગોયલ
  29. દેશની 22મી એમ્સ હરિયાણામાં ખુલવા જઈ રહી છે: પિયૂષ ગોયલ
  30. જિંદ પેટાચૂંટણીએ સરકારના કામ પર મ્હોર લગાવી છે: પિયૂષ ગોયલ
  31. પહેલીવાર તમામ 22 પાકના એમએસપી પડતરમાં 50 ટકાનો વધારો કર્યો: પિયૂષ ગોયલ
  32. નાના ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા આવશે: પિયૂષ ગોયલ
  33. 2 હેક્ટર સુધી જમીનવાળા ખેડૂતોને લાભ મળશે : પિયૂષ ગોયલ
  34. ત્રણ હફ્તામાં ખેડૂતોને યોજનાનો લાભ મળશે: પિયૂષ ગોયલ
  35. 12 કરોડ ખેડૂતોના પરિવારોને તેનો લાભ મળશે : પિયૂષ ગોયલ
  36. 1 ડિસેમ્બર, 2018થી લાગુ થશે સ્કીમ : પિયૂષ ગોયલ
  37. જલ્દીથી ખેડૂતોના ખાતામાં પહોંચશે પહેલો હફ્તો : પિયૂષ ગોયલ
  38. ખેડૂતો માટે 20 હજાર કરોડ રૂપિયાનું એલાન કરાયું: પિયૂષ ગોયલ
  39. રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે 750 કરોડ રૂપિયા: પિયૂષ ગોયલ
  40. રાષ્ટ્રીય કામધેનુ પંચની રચના કરવામાં આવશે: પિયૂષ ગોયલ
  41. ગૌમાતાનું પુરું ધ્યાન રાખશે મોદી સરકાર: પિયૂષ ગોયલ
  42. માછીમારોને વ્યાજમાં બે ટકાની છૂટ મળશે: પિયૂષ ગોયલ
  43. કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓને ફાયદો મળશે : પિયૂષ ગોયલ
  44. સમયથી લોન ચુકવનારા માછીમારોને વ્યાજમાં છૂટ મળશે: પિયૂષ ગોયલ
  45. કિસાન સમ્માન નિધિ યોજના માટે 75 હજાર કરોડ રૂપિયાની ફાળવણી: પિયૂષ ગોયલ
  46. 21 હજાર પ્રતિ માસ કમાણી કરનારાઓને બોનસ મળશે: પિયૂષ ગોયલ
  47. શ્રમિકોને હવે સાત હજાર રૂપિયા બોનસ મળશે: પિયૂષ ગોયલ
  48. ગ્રેજ્યુટીની મર્યાદાને દશ લાખથી વધારીને 20 લાખ કરાઈ : પિયૂષ ગોયલ
  49. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધનનું એલાન : પિયૂષ ગોયલ
  50. 15 હજાર કમાનારાઓને મળશે પેન્શન: પિયૂષ ગોયલ
  51. દર મહીને માત્ર 50 રૂપિયાની રકમ જમા કરવી પડશે: પિયૂષ ગોયલ
  52. આ યોજનામાં અડધી રકમ કેન્દ્ર સરકારને આપશે : પિયૂષ ગોયલ
  53. આ યોજનાથી દશ કરોડ મજૂરોને લાભ મળશે: પિયૂષ ગોયલ
  54. વેલફેર ડેવલપમેન્ટ બોર્ડની રચના કરશે સરકાર: પિયૂષ ગોયલ
  55. ઉજ્જવલા યોજના હેઠળ આઠ કરોડ ગેસ કનેક્શન આપવામાં આવશે: પિયૂષ ગોયલ
  56. મુદ્રા યોજના હેઠળ પાંચ કરોડથી વધારે લોન આપવામાં આવી છે : પિયૂષ ગોયલ
  57. આજના યુવાવર્ગ નોકરી આપી રહ્યો છે: પિયૂષ ગોયલ
  58. વન રેન્ક-વન પેન્શન હેઠળ 35 હજાર કરોડ આપ્યા : પિયૂષ ગોયલ
  59. શ્રમિકના મોત પર હવે અઢી લાખના સ્થાને છ લાખ રૂપિયાનું વળતર: પિયૂષ ગોયલ
  60. પહેલીવાર ત્રણ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું સંરક્ષણ બજેટ: પિયૂષ ગોયલ
  61. દુનિયામાં સૌથી વધુ હાઈવે ભારતમાં બની રહ્યા છે: પિયૂષ ગોયલ
  62. એવિએશન સેક્ટરમાં યુવાનોને નોકરીઓ મળી : પિયૂષ ગોયલ
  63. માનવરહીત ક્રોસિંગને સમાપ્ત કરવામાં આવ્યા છે: પિયૂષ ગોયલ
  64. દરરોજ 27 કિલોમીટરનો હાઈવે બની રહ્યો છે: પિયૂષ ગોયલ
  65. સૌર ઊર્જા ક્ષેત્રમાં દશ ગણો વધારો થયો છે: પિયૂષ ગોયલ
  66. મેઘાલય, ત્રિપુરાને પણ રેલવેનો ફાયદો મળ્યો : પિયૂષ ગોયલ
  67. ઈન્ટરનેટ ડેટા ખર્ચમાં 50 ગણો વધારો થયો: પિયૂષ ગોયલ
  68. આગામી પાંચ વર્ષમાં એક લાખ ડિજિટલ ગામ બનશે: પિયૂષ ગોયલ
  69. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ગેમચેન્જર સાબિત થઈ: પિયૂષ ગોયલ
  70. ફિલ્મ શૂટિંગ માટે હવે સિંગલ વિન્ડોની વ્યવસ્થા: પિયૂષ ગોયલ
  71. બજેટ ભાષણ દરમિયાન લાગ્યા How’s the Joshના સૂત્રો
  72. 12 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ જમા થયો : પિયૂષ ગોયલ
  73. ઈમાનદાર કરદાતાઓનો આભાર માનું છું: પિયૂષ ગોયલ
  74. ટેક્સ આપનારાઓની સંખ્યામાં 80 ટકાનો વધારો: પિયૂષ ગોયલ
  75. ટેક્સ મૂલ્યાંકન માટે કાર્યાલયમાં જવું પડશે નહીં : પિયૂષ ગોયલ
  76. 24 કલાકમાં આઈટી રિટર્નની પ્રોસેસ પૂર્ણ થશે: પિયૂષ ગોયલ
  77. ટેક્સ સ્લેબ માટે એલાન પર મંડાયેલી હતી નજરો
  78. જીએસટી લાગુ કરીને સરકારે ઈતિહાસ રચ્યો: પિયૂષ ગોયલ
  79. નવી કંપનીઓને 25 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે : પિયૂષ ગોયલ
  80. ઘર ખરીદનારાઓ પર જીએસટી ઘટાડવાની કોશિશ: પિયૂષ ગોયલ
  81. ઈપીએફઓ પ્રમાણે બે કરોડથી વધુ લોકોને નોકરીઓ મળી: પિયૂષ ગોયલ
  82. નોટબંધીથી ભ્રષ્ટાચારની કમર તૂટી : પિયૂષ ગોયલ
  83. કાળાધનને સમાપ્ત કરીને જંપશે સરકાર: પિયૂષ ગોયલ
  84. નોટબંધી બાદ એક કરોડ લોકોએ પહેલીવાર ટેક્સ આપ્યો: પિયૂષ ગોયલ
  85. આગામી પાંચ વર્ષોમાં પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનશે ભારત: પિયૂષ ગોયલ
  86. 2030 સુધીનો રોડમેપ પિયૂષ ગોયલે કર્યો રજૂ
  87. ન્યૂ ઈન્ડિયામાં ઈલેક્ટ્રિક વ્હીકલમાં લોકો સફર કરશે : પિયૂષ ગોયલ
  88. આઠ વર્ષમાં 10 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનશે ભારત: પિયૂષ ગોયલ
  89. 2022થી પહેલા મિશન ગગનયાન પુરું કરશે સરકાર: પિયૂષ ગોયલ
  90. ભારત ઉપગ્રહ પ્રક્ષેપણનું કેન્દ્ર બનશે: પિયૂષ ગોયલ
  91. 2019-20માં નાણાંકીય ખાદ્ય ત્રણ ટકા રહેવાનું અનુમાન : પિયૂષ ગોયલ
  92. ટેક્સ સ્લેબ સંદર્ભે પિયૂષ ગોયલે મોટી ઘોષણા કરી
  93. ટેક્સ છૂટની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી.
  94. પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવો નહીં પડે.
  95. સંસદભવનમાં મોદી-મોદીના સૂત્રો પોકારાયા
  96. ટેક્સ છૂટથી ત્રણ કરોડ મિડલ ક્લાસના લોકોને ફાયદો થશે: પિયૂષ ગોયલ
  97. સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર કરવામાં આવ્યો
  98. 40 હજાર સુધીના વ્યાજ પર ટીડીએસ લાગશે નહીં
  99. નવું ઘર બનાવનારાઓને ઈન્કમટેક્સમાં છૂટ મળશે: પિયૂષ ગોયલ
  100. દોઢ લાખ સુધીના રોકાણ પર કોઈ ટેક્સ નહીં: પિયૂષ ગોયલ
  101. વચગાળાનું બજેટ દેશની વિકાસ યાત્રાનું માધ્યમ: પિયૂષ ગોયલ
  102. દેશવાસીઓના જોશથી બદલાઈ રહ્યો છે દેશ: પિયૂષ ગોયલ
  103. અમારી સરકારે વિકાસને જનઆંદોલનમાં પરિવર્તિત કર્યો: પિયૂષ ગોયલ
  104. બજેટ ભાષણ બાદ પિયૂષ ગોયલે કવિતા પણ સંભળાવી હતી
  105. 12:43 વાગ્યે પિયૂષ ગોયલે પોતાનું બજેટીય ભાષણ સમાપ્ત કર્યું