Site icon Revoi.in

હવે ઘર બનાવવું થઈ શકે છે મોંઘુ, સિમેન્ટના ભાવમાં 15 થી 20 રૂપિયાના વધારાની ધારણા

Social Share

મુંબઈ:આગામી કેટલાક મહિનામાં સિમેન્ટના છૂટક ભાવમાં રૂ. 15 થી 20નો વધારો થવાની ધારણા છે. આ નાણાકીય વર્ષમાં તે 400 રૂપિયાની આસપાસના રેકોર્ડ હાઈને સ્પર્શી શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલે ગુરુવારે એક સેક્ટર નોટમાં આ વાત કહી છે. રિપોર્ટમાં કિંમતમાં વધારાનું કારણ કોમોડીટીના ખર્ચના દબાણ જેવા કોલસા અને ડીઝલની સાથે વધતી માંગ છે.

ક્રિસિલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે,કિંમતોમાં વધારાની વચ્ચે ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે સિમેન્ટ કંપનીઓની વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્ત પહેલાની કમાણી આ નાણાકીય વર્ષમાં 100-150 રૂપિયા પ્રતિ ટન ઘટી શકે છે.

આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં સિમેન્ટની માંગમાં 20 ટકાથી વધુની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ બીજા ભાગમાં તે ઘટીને 3 થી 5 ટકા આવે તેવી શક્યતા છે. તેની પાછળનું મુખ્ય કારણ ઉચ્ચ આધાર અસર છે, જે આ નાણાકીય વર્ષમાં 11-13 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

રિયલ એસ્ટેટ બિલ્ડરોની સંસ્થા કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં સિમેન્ટ અને સ્ટીલ સહિત કાચા માલની કિંમતમાં સતત વધારા પર ચિંતા વ્યક્ત કરી હતી. CREDAIએ કહ્યું હતું કે, બાંધકામના વધેલા ખર્ચને સરભર કરવા માટે મકાનોની કિંમતોમાં 10-15 ટકાનો વધારો થઈ શકે છે. તેમાં માંગ કરવામાં આવી હતી કે, સરકારે કાચા માલના ભાવને નિયંત્રિત કરવા માટે પગલાં લેવા જોઈએ અને આ હેતુ માટે GSTમાં ઘટાડો કરવાનું સૂચન કર્યું છે.