Site icon Revoi.in

વર્ષ 2021માં IPO માર્કેટનો રહેશે દબદબો, 30,000 કરોડથી વધુના IPO આવશે

Social Share

નવી દિલ્હી: માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી IPOનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે આ જ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા ઇન્ડિયન આઇપીઓ માર્કેટમાં આગામી વર્ષ 2021માં 30,000 કરોડના 30થી વધુ પબ્લિક ઇશ્યુ આવશે. પ્રાયમરી માર્કેટમાંથી આ વર્ષે અત્યારસુધીમાં 17 ઇશ્યુ દ્વારા 25,000 કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી ચૂકી છે. IPO માર્કેટની સ્થિતિ ગત વર્ષની સરખામણીએ વર્ષ 2020માં સંગીન રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચાલુ 2020ના કેલેન્ડર વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં ફાર્મા, દૂરસંચાર, આઇટી, નાણાં ક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રની 12 કંપનીઓ દ્વારા IPOની રજૂઆત કરાઇ હતી. IPO થકી આ કંપનીઓએ અંદાજે રૂ.25000 કરોડ એકત્ર કર્યા હતા. હજુ ડિસેમ્બર માસમાં જે IPO આવશે તેનો આ રકમમાં ઉમેરો થશે.

આપને જણાવી દઇએ કે ડિસેમ્બર માસમાં આશરે 6200 કરોડના આઇપીઓ આવી રહ્યા છે જેમાં બર્ગર કિંગ અને કલ્યાણ જવેલર્સનો સમાવેશ થાય છે. આમ કુલ મળીને આશરે 31,000 કરોડ આઇપીઓ થકી એકત્રિત થઇ શકે છે.

આગામી વર્ષ 2021માં કલ્યાણ જ્વેલર્સ, ઇન્ડિગો પેઇન્ટ, સ્ટોવ ક્રાફ્ટ, સેમી હોટેલ્સ, એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ, ન્યૂરેકા, મિસેજ બેકટર્સ ફૂડ અને ઝોમેટોના ઇશ્યુના કારણે વર્ષ 2021માં IPO માર્કેટ પર કન્ઝ્યુમર કંપનીઓનો દબદબો હશે.

નોંધનીય છે કે, 2020ના કેલેન્ડર વર્ષની તુલનાએ 2019માં 16 કંપનીઓએ આઇપીઓ થકી રૂા.12,362 કરોડ એકત્ર થયા હતા. આમ, ચાલુ વર્ષના 11 માસમાં જ આ રકમ બમણી થવા પામી છે.

(સંકેત)