Site icon Revoi.in

દેવાગ્રસ્ત રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે 8 કંપનીઓ રેસમાં

Social Share

નવી દિલ્હી: ઉદ્યોગપતિ અનિલ અંબાણી દ્વારા પ્રમોટેડ રિલાયન્સ ગ્રૂપના દેવામાં ડૂબેલા એકમ રિલાયન્સ કેપિટલ લિમિટેડને ખરીદવા માટે 8 કંપનીઓ રેસમાં છે. અમેરિકાની ઓક્ટ્રી અને જેસી ફ્લાવર સહિત 8 કંપનીઓ કંપનીને ટેકઓવર કરવાની રેસમાં છે. રિલાયન્સ કેપિટલ લિ. એ એકમોમાં સંપૂર્ણ અથવા થોડો ભાગ લેવા માટે બીડ આમંત્રિત કરી છે. RCLની સહાયક કંપનીઓમાં રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ, રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની, રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ ફાઇનાન્શિયલ લિ. અને રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન લિમિટેડ છે.

RCLની એકમમાં ભાગીદારી વેચવાની પ્રક્રિયા કમિટિ ઑફ ડિબેન્ચર્સ હોલ્ડર્સ અને ડિબેન્ચર ટ્રસ્ટી વિસ્તરા આઇટીસીએલ ઇન્ડિયા લિમિટેડ કરી રહી છે. આ RCLની ઉપર 20,000 કરોડ રૂપિયાનું દેવું 93 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભાગીદારીને લઇને બીડ મોકલવાની અંતિમ તારીખ 1લી ડિસેમ્બર હતી. અંતિમ તારીખ સુધીમાં કુલ 60 અલગ અલગ બોલીઓ પ્રાપ્ત થઇ છે.

સૂત્રોનુસાર રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સમાં 100 ટકા ભાગીદારી માટે 18 બોલીઓ મળી છે. જે મુખ્ય રોકાણકારોએ રસ દાખવ્યો છે તેમાં ક્રાઇસ્પેક, જેસી ફ્લાવર, બ્લેકસ્ટોન, સીવીસી કેપિટલ પાર્ટનર્સ, કેકેઆર અને બેન કેપિટલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં 51 ટકા ભાગીદારી વેચવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્શ્યોરન્સ સંયુક્ત ઉદ્યમ કંપની છે. જેમાં જાપાનની સૌથી મોટી જીવન વીમા કંપની નિપ્પન લાઇફની 49 ટકા ભાગીદારી છે.

સૂત્રોનુસાર ડાબર ઇન્વેસ્ટમેન્ટ્સ, બંધન બેંક, બેન કેપિટલ, NIIF, અર્વવૂડ પાર્ટનર્સ અને કેટલાક સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ રિલાયન્સ નિપ્પનમાં RCLની 51 ટકા ભાગીદારી ખરીદવામાં રસ દર્શાવ્યો છે.

(સંકેત)