Site icon Revoi.in

આર્થિક મોરચે સકારાત્મક સમાચાર: એગ્રી કોમોડિટીની નિકાસમાં 43 ટકાની વૃદ્વિ

E

Social Share

અમદાવાદ: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓ સ્થગિત થઇ જતા ભારતીય અર્થતંત્રને ફટકો લાગ્યો હતો. જો કે હવે અર્થતંત્રને લઇને રાહતના સમાચાર છે. પ્રવર્તમાના નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન દેશમાંથી થતી એગ્રી કોમોડિટીની નિકાસમાં 43 ટકાનો વધારો જોવા મળ્યો છે. પ્રતિકૂળતા વચ્ચે પોઝિટિવ વલણ જોવા મળતા આગામી સમયમાં પણ એગ્રી કોમોડિટીની નિકાસ વધવાની શક્યતા છે.

કૃષિ મંત્રાલય અનુસાર એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાંથી એગ્રી-કોમોડિટીની નિકાસ 43.4 ટકા વધીને રૂ.53626.6 કરોડ નોંધાઇ હતી. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કૃષિ નિકાસ રૂ.37397 કરોડ રહી હતી. સપ્ટેમ્બર 2020 દરમિયાન જ કૃષિ નિકાસ 81.7 ટકા વધીને રૂ.9296 કરોડ રહી હતી જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન રૂ.5114 કરોડ હતી.

કોરોના મહામારીને કારણે ઉદ્દભવેલી પ્રતિકૂળતાઓ વચ્ચે અર્થતંત્ર ઠપ થઇ ગયું હોવા છત્તાં સરકાર દ્વારા મહામારીના સમયે કૃષિ ક્ષેત્રે ભરાયેલા ચોક્કસ પગલાંના કારણે દેશનું કૃષિ ક્ષેત્ર મહામારીની અસરથી મુક્ત રહ્યું હતું.

મહત્વનું છે કે, ઘઉંની નિકાસમાં ૨૦૬ ટકાનો તોતિંગ વધારો થયો હતો. આ ઉફરાંત નોન- બાસમતી ચોખાની નિકાસમાં ૧૦૫ ટકા, રિફાઇન્ડ સુગરમાં ૧૦૪ ટકા, સિંગદાણામાં ૩૫ ટકા અને બાસમતી ચોખાની નિકાસમાં ૧૩ ટકાનો વધારો નોંધાયો હતો.

(સંકેત)