Site icon Revoi.in

સપ્ટેમ્બર મહિનામાં આ-આ દિવસે બેંકો રહેશે બંધ, વાંચો રજાની યાદી

Social Share

સપ્ટેમ્બર મહિનામાં આવે છે અનેક તહેવાર

– રવિવારની રજા ઉપરાત અન્ય તહેવારોની રજા રહેશે

– સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસ બેંકો બંધ રહેશે

ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાને આજે છેલ્લો દિવસ છે ત્યારે કાલથી સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. સપ્ટેમ્બર મહિનામાં તહેવારો હોવાથી બેંકો કુલ ૧૨ દિવસ બંધ રહેશે, તેથી જો તમે બેંકને લગતા કામ કરવા ઈચ્છો છો, તો પહેલા અહીંયા અમે દર્શાવેલી રજાઓ વિશે વાંચી લેવું આવશ્યક છે.

આરબીઆઇના દિશા નિર્દેશ અનુસાર દેશમાં કાર્યરત બેંક રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે, તે ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં વધારાની રજાઓ પણ છે જેને લીધે બેંકિંગ કામકાજ બંધ રહેશે.

RBIએ સપ્ટેમ્બર 2020માં બેંકોની રજાઓની યાદી જાહેર કરી છે.

ચાલો વાંચીએ સપ્ટેમ્બર મહિનામાં કયા દિવસે બેંક બંધ રહેશે.

01 સપ્ટેમ્બરઃ સિક્કિમમાં ઓણમના કારણે બેન્કો બંધ રહેશે.

02 સપ્ટેમ્બરઃ શ્રી નારાયણ ગુરુ જયંતી ઉજવવામાં આવશે. આ દિવસે ગેંગટોક, કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કોમાં રજા રહેશે.

06 સપ્ટેમ્બરઃ રવિવાર હોવાના કારણે તમામ રાજ્યોની બેન્કોમાં રજા રહેશે.

12 સપ્ટેમ્બરઃ મહિનાનો બીજો શનિવાર હોવાના કારણે આ દિવસે તમામ રાજ્યોની બેન્કોમાં રજા રહેશે.

13 સપ્ટેમ્બરઃ રવિવારે પણ તમામ રાજ્યોની બેન્કો બંધ રહેશે.

17 સપ્ટેમ્બરઃ મહાલય અમાવસ્યાના કારણે અગરતલા, કોલકાતા અને બેંગલુરુમાં બેન્કોની રજા રહેશે.

20 સપ્ટેમ્બરઃ રવિવાર હોવાના કારણે સમગ્ર દેશોની બેન્કો બંધ રહેશે.

21 સપ્ટેમ્બરઃ શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ છે. આ દિવસે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કોની રજા રહેશે.

23 સપ્ટેમ્બરઃ હરિયાણા હીરોઝ શહાદત દિવસના પ્રસંગે હરિયાણામાં બેન્કોમાં રજા રહેશે.

26 સપ્ટેમ્બરઃ મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશની બેન્કોમાં રજા રહેશે.

27 સપ્ટેમ્બરઃ રવિવારે પણ તમામ રાજ્યોની બેન્કોમાં રજા રહેશે.

28 સપ્ટેમ્બરઃ સરદાર ભગતસિંહ જયંતી હોવાના કારણે પંજાબની અનેક બેન્કોમાં રજા રહેશે.

(સંકેત)