Site icon Revoi.in

SBIના નવા ચેરમેન તરીકે દિનેશ કુમાર ખારાની થઇ શકે વરણી, બોર્ડ દ્વારા થઇ ભલામણ

Social Share

હવે SBIના નવા ચેરમેન તરીકે દિનેશ ખારાની વરણી થાય તેવી સંભાવના છે. બેન્ક બોર્ડ બ્યૂરોએ SBIનાં મેનેજીંગ ડાયરેક્ટર દિનેશ ખારાને પ્રમોટ કરી બેન્કનાં ચેરમેન બનાવવાની ભલામણ કરી છે. તો બીજી તરફ SBI તરફથી મેનેજીંગ ડાયરેક્ટર ચલા શ્રી નિવાસુલુ શેટ્ટીને રિઝર્વ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. બોર્ડે નાણા મંત્રાલયને  ભલામણ મોકલી દીધી છે. હવે મંત્રાલય આ ભલામણ પર અંતિમ નિર્ણય કરશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, બેન્ક બોર્ડ બ્યૂરોએ શુક્રવારે નિવેદન જાહેર કર્યું હતું કે, દિનેશ કુમાર ખારાનું પ્રદર્શન અને અનુભવને જોતા SBIનાં નવા ચેરમેનના રૂપમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. બોર્ડે SBIના ચાર મેનેજીંગ ડાયરેક્ટરોની સહીથી આ નિર્ણય કર્યો હતો.

આપને જણાવી દઇએ કે પૂર્ણકાલિન ડાયરેક્ટરો બિન-કાર્યકારી ચેરમેનની નિયુક્તિઓ કરવા માટે વર્ષ 2016માં બેન્ક બોર્ડ બ્યૂરોની સ્થાપના કરવામાં આવી હતી. આ નિમણૂકોનાં સંબંધમાં પોતાની ભલામણો સરકારને મોકલે છે. સરકાર તેના આધારે નિર્ણય કરે છે.

નોંધનીય છે કે SBI ના ચેરમેન રજનીશ કુમાર છે. જેમનો કાર્યકાળ 7 ઓક્ટોબર 2017ના રોજ ખતમ થઇ ગયો હતો. પરંતુ ત્યારબાદ સરકારે તેમને 3 વર્ષ માટે સેવા વધારી હતી. હવે દિનેશ કુમાર ખારાની ભલામણૅ સાથે એ નક્કી થઇ ગયું છે કે રજનીશને હવે નવી સેવા વિસ્તાર નહી મળે.

(સંકેત)