Site icon Revoi.in

કોરોનાના કોહરામ વચ્ચે ગોલ્ડમેન સાશે ભારતનો વૃદ્વિદરનો અંદાજ ઘટાડ્યો

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે વિવિધ રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ વચ્ચે એક ચિંતાજનક સમાચાર છે. હકીકતમાં, સુનિલ કૌલની આગેવાની હેઠળ ગોલ્ડમેન સાશના અર્થશાસ્ત્રીઓએ કેટલીક વિગતો જારી કરી છે. મહામારી મામલે વધેલા કેસ તેમજ ઘણા મોટા રાજ્યો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોએ ચિંતા વધારી છે. આ જ કારણોસર, રોકાણકારો મેક્રો ઇકોનોમી તેમજ આવકમાં સુધારણા અંગે ડરી રહ્યા છે.

આ વચ્ચે ગોલ્ડમેન સાશે વર્ષ 2021ની ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્વિ આગાહીને 10.9 ટકાથી ઘટાડીને 10.5 ટકા કરી દીધી છે. બ્રોકરેજ કંપનીના અંદાજ અનુસાર જૂન ક્વાર્ટરની વૃદ્વિ પર પણ અસર થશે. આ સાથે ગોલ્ડમેન સાશે તેની કમાણી વૃદ્વિની આગાહીને વર્ષ 2021માં 27 ટકાથી ઘટાડીને 24 ટકા કરી દીધી છે. એક વાર પ્રતિબંધો હળવા થાય તેમજ રસીકરણ ઝડપી બને ત્યાર પછી જુલાઇથી રિકવરી ફરી શરૂ થઇ શકે છે.

નોટમાં જણાવાયું છે કે, શેર બજારોમાં પણ આત્મવિશ્વાસનું સંકટ નજરે પડે છે. નિફ્ટીમાં સોમવારે 3.5 ટકા નુકશાન થયું હતું. ગોલ્ડમેન સાક્સે જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિના અંદાજને ઘટાડ્યો છે. જો કે તેણે આ અંગેનો કોઈ ડેટા આપ્યો નથી. જોકે, નોંધે આશા વ્યક્ત કરી છે કે આ તમામ બાબતોની કુલ અસર નજીવી થશે.

(સંકેત)