Site icon Revoi.in

ICICI-Axis બેંકના ગ્રાહકોને હવે પૈસા જમા કરવા-ઉપાડવા માટે આપવો પડશે આટલો ચાર્જ

સાયબર ક્રાઇમ
Social Share

જો તમે પણ ICICI બેંક અથવા Axis બેંકના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. આ બંને બેંકો હવે નોન બિઝનેસ કલાકો તેમજ રજાના દિવસોમાં રોકડ જમા કરાવવા કે નિકાળવા પર ગ્રાહકો પાસેથી ચાર્જ વૂસલશે. એટલે કે હવે જો રજાના દિવસે કે પછી બેંકિગ સમય પછી તમે કેશ જમા કરાવવા કે નિકાળવા માટે તમારે એકસ્ટ્રા ચાર્જ આપવો પડશે. બેંકના નોટિફિકેશન મુજબ ICICI બેંક રજાના દિવસ અને વર્કિંગ સમયમાં સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગ્રાહકોની સુવિધા શકલની રીતે 50 રૂપિયા લેશે.

બેંકે વધુમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો, બેઝિક સેવિંગ્સ બેંક એકાઉન્ટ, જનધન એકાઉન્ટ, અક્ષમ અને દ્રષ્ટિબાધિતના ખાતા અને વિદ્યાર્થીઓના ખાતા પર કોઇ રીતનો ચાર્જ લેવામાં નહીં આવે.

રિપોર્ટ અનુસાર બેંક ઓફ બરોડાએ પણ 1 નવેમ્બરથી પોતાના ગ્રાહકોના નિર્ધારિત સીમાથી વધુ લેવડદેવડ માટે ચાર્જ લેવાના શરૂ કર્યા છે. બેંકે જણાવ્યું કે કરંટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ અને સીસીથી બેસ બ્રાંચ, લોકલ નોન બ્રેસ બ્રાંચ અને આઉટસ્ટેશન બ્રાંચ દ્વારા હવે 1 મહિનામાં 3 વાર વધુ કેશ નીકાળવા ફ્રી હશે. ચોથી વારથી 150 રૂપિયા પ્રતિ ટ્રાંઝેક્શન લાગશે.

BOB પણ હવે પૈસા જમા કરાવવા પર લગાવશે ચાર્જ

BOB કરંટ એકાઉન્ટ/ઓવરડ્રાફ્ટ/કેશ ક્રેડિટ/ અન્ય એકાઉન્ટ માટે બેસ કે લોકલ નોન બેસ બ્રાંચમાં 1 નવેમ્બરથી કેશ હેન્ડલિંગ ચાર્જ, પ્રતિદિવસ પ્રતિ એકાઉન્ટ 1 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરવા પર પ્રતિ 1000 રૂપિયા પર 1 રૂપિયા હશે.

એક્સિસ બેંકે પણ બેન્કિંગ કલાકો પછી અને રાષ્ટ્રીય તથા બેંકની રજાના સમયે જો તમે પૈસા જમા કરાવો છો તો 50 રૂપિયા સુવિધા શુલ્ક એટલે કે ચાર્જ લેવાનો શરૂ કર્યો છે. આ સુવિધા 1 ઓગસ્ટથી લાગુ કરી છે.

રિપોર્ટ અનુસાર 1 મહિનામાં ત્રણ વાર તમે નિ:શુલ્ક રોકડ ઉપાડ સુવિધાનો લાભ લઇ શકો છો. ત્યારબાદ રોકડ ઉપાડ પર 150 રૂપિયાનો ફ્લેટ ચાર્જ આપવો પડશે. આ રીતે મહિનામાં તમે ચાર વાર પૈસા મફત જમા કરાવી શકશો. પણ તે પછીના પ્રત્યેક લેવડ દેવડ પર 40 રૂપિયાનો ચાર્જ લાગશે.

(સંકેત)

Exit mobile version