Site icon Revoi.in

બિનહિસાબી સોનાનો સંગ્રહ કરનારા લોકો માટે સરકાર માફી યોજના લાવશે

Social Share

ભારતમાં કરચોરી વધુ પ્રમાણમાં થાય છે ત્યારે હવે નાણાં મંત્રાલય કરચોરીને ડામવા તેમજ આયાત પરની નિર્ભરતા ઘટાડવાના હેતુસર સોનાના ગેરકાયદેસર સંગ્રહ ધરાવતા દેશના નાગરિકો માટે એક માફી યોજના અંગે વિચારણા કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી દરખાસ્ત હેઠળ સરકાર બિનહિસાબી કિંમતી ધાતુ સોનાનું ધરાવતા લોકો ટેક્સ અધિકારીઓ સમક્ષ તેની જાહેરાત કરે અને દંડની વસૂલાત કરવાની જોગવાઈ માંગ કરી છે, એવું નામ જાહેર ન કરવાની શકતે સુત્રોએ જણાવ્યુ હતુ. આ પ્રસ્તાવ હાલ પ્રારંભિક તબક્કામાં છે અને સંબંધિત અધિકારીઓના પ્રતિભાવ મંગાવ્યા છે.

આપને જણાવી દઇએ કે ભારતમાં સોનાની હાજર માંગને પહોંચી વળવા અન ઘરો તેમજ સંસ્થાઓ દ્વારા સંગ્રહ કરાયેલા આશરે 25,000 ટન જેટલી વિશ્વની સૌથી મોટી ખાનગી સોનાના સંગ્રહને અંકુશમાં લેવાનો પ્રયાસ કરવા તેમજ લોકોને રોકાણ માટે વૈકલ્પિક માર્ગ પૂરો પાડીને આયાત ઘટાડવા માટે મોદી સરકારે વર્ષ 2015માં ત્રણ સરકાર દ્વારા સમર્થિત યોજનાઓનું લોન્ચિંગ કર્યું હતું.

જો કે સરકારની આ યોજનાઓ પ્રત્યે લોકો એટલા આકર્ષાયા નહીં કારણ કે લોકો તેમના સોનાના ભાગલા પાડવા ઇચ્છતા ન હતા.

જે ગ્રાહકો પોતાની પાસે રહેલા સોનાના સંગ્રહની માહિતી જાહેર કરે છે તેણે કેટલુક કાયદેસરનું સોનું થોડાંક વર્ષો માટે સરકાર પાસે જમા કરાવવાનું રહેશે. સરકારી વહીવટીતંત્રે ગયા વર્ષે આવી જ યોજના તૈયારી કરી હતી. જો કે આવકવેરા વિભાગે તે સમયે માફી માટેની કોઈપણ યોજનાને નકારી હતી.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસની મહામારી, ડોલરની નરમાઇ, સુરક્ષિત રોકાણ માટેની ઘેલછા, શેરબજારમાં જંગી ધોવાણ અને અને આર્થિક અનિશ્ચતતાઓને પગલે કિંમતી ધાતુ સોનાની માંગ વધતા ચાલુ વર્ષે તેના ભાવમાં 30 ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાશે સોનાના ભાવ 2300 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની નવી ઉંચાઇએ પહોંચવાની આગાહી કરી છે.

(સંકેત)