Site icon Revoi.in

કોરોના મહામારીની પ્રતિકૂળ અસર, દેશની નિકાસ ઓગસ્ટમાં 13% ઘટી

Social Share

કોરોના મહામારીને અને તેને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સમગ્ર વિશ્વમાં અનિશ્વિતતા અને પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. આ જ કારણોસર ભારતમાંથી માલ સામાનની નિકાસમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો જોવા મળ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઓગસ્ટ 2020માં ભારતની કુલ નિકાસ વાર્ષિક તુલનાએ 12.7 ટકા ઘટીને 22.7 અબજ ડોલર નોંધાઇ છે. તો આયાત પણ 26 ટકા ઘટીને 29.47 અબજ ડોલર રહી છે. આમ નિકાસની તુલનાએ આયાતમાં ઝડપી ઘટાડો નોંધાયો. દેશની વેપાર ખાદ્ય ઘટીને અંદાજે અડધી થઇ ચૂકી છે. ઓગસ્ટ 2020માં ભારતની કુલ વેપાર ખાધ 6.77 અબજ ડોલર નોંધાઇ છે જે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 13.86 અબજ ડોલર હતી.

આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ આયાત વાર્ષિક તુલનાએ 43.73 ટકા ઘટીને 118.38 અબજ ડોલર અને તેવી જ રીતે નિકાસ પણ વાર્ષિક સરખામણીએ 26.65 ટકા ઘટીને 97.66 અબજ ડોલર નોંધાઇ છે.

મહત્વનું છે કે, અંદાજે બે દાયકા બાદ જૂન 2020માં ભારતની વિદેશ વેપાર મોરચે પરિસ્થિતિ વેપાર પુરાંત એટલે કે ટ્રેડ પ્લસમાં આવી હતી. જે નિકાસની તુલનાએ આયાતમાં ઝડપી ઘટાડાને આભારી છે.

(સંકેત)