Site icon Revoi.in

કોરોનાને કારણે ભારતમાં ઇંધણની માંગ વર્ષ 2020માં 11.5% ઘટશે

Social Share

ભારતમાં વર્ષ 2020માં ઇંધણની માંગ 11.5 ટકા ઘટવાની શક્યતા છે એવું વૈશ્વિક એજન્સી ફિચ સોલ્યૂશન્સે કહ્યું છે. દેશનું આર્થિક પરિદ્રશ્ય વધુ નબળુ પડવાની શક્યતાને પગલે ફિચે ભારતમાં ઇંધણની માંગ ઘટવાનો પોતાનો અંદાજ વધારી દીધો છે. ફિચ સોલ્યુશન્સના અર્થશાસ્ત્રીના મતે વર્ષ 2020-21માં ભારતના વાસ્તવિક વૃદ્વિદરમાં 8.6 ટકાનો ઘટાડો આવશે.

ફિચ સોલ્યુશન્સે જારી કરેલા રિપોર્ટ અનુસાર, ઇંધણની માંગ વ્યાપક સ્તરે પ્રભાવિત થઇ છે. ગ્રાહક વપરાશની સાથે ઔદ્યોગિક સ્તરે પણ ઇંધણની માંગમાં જંગી ઘટાડો થયો છે. અગાઉ ફિચ સોલ્યુશન્સે વર્ષ 2020માં ઇંધણની માંગમાં 9.4 ટકાનો ઘટાડો થવાનો અંદાજ મૂક્યો હતો.

વર્ષ 2021-22માં ભારતીય અર્થતંત્ર 5 ટકાના દરે વૃદ્વિ કરશે તેવું ફિચ સોલ્યુશન્સનું અનુમાન છે. તે સમયે કોરોના મહામારી અંકુશમાં હશે અને આર્થિક ગતિવિધિઓ સામાન્ય થતા અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકાશે અને વૃદ્વિ તરફ આગળ વધશે. પ્રવર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના કુલ આર્થિક વિકાસદરમાં 23.9 ટકાનો જંગી ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.

ફિચ સોલ્યુશન્સના રિપોર્ટ અનુસાર બેરોજગારીનો દર ઉંચો રહ્યો છે અને કોરોના વાયરસને કારણે લોકોની કમાણી ઘટતા વપરાશી ખર્ચ પણ પ્રભાવિત થયો છે. દેશનું આર્થિક પરિદ્રશ્ય મહદ્ અશે બદલ્યું છે.

(સંકેત)