Site icon Revoi.in

કંપનીઓમાં ભારતીય બેન્કોનું હોલ્ડિંગ સૌથી ઉચ્ચ સપાટીએ રૂ.7 ટ્રિલિયન નોંધાયું

Social Share

ભારતીય બેન્કોનું એનપીએ ભલે વધુ હોય પરંતુ રુપી બોન્ડ્સમાં ભારતીય બેન્કોનું હોલ્ડિંગ્સ સૌથી ઊંચી સપાટીએ રહ્યું છે. હાલમાં કોરોના વાયરસનું સંકટ પ્રવર્તિત છે ત્યારે કંપનીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ અને અનિશ્વિત હોવાથી કંપનીઓને ભંડોળ પૂરું પાડવાના ભાગરૂપે આ બોન્ડ્સ ખરીદાયા હોવાનું માનવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મે મહિના દરમિયાન ભારતીયો બેન્કો પાસે કંપનીઓના બોન્ડ્સ તેમજ કર્મશિયલ પેપર્સ મળીને કુલ રૂપિયા 7 ટ્રિલિયનનું હોલ્ડિંગ્સ રહ્યું હતું. આર્થિક સંકટનો સામનો કરી રહેલી કંપનીઓને ધિરાણ વધારવા રિઝર્વ બેન્કે બેન્કો માટે રૂપિયા 50 અબજ ડોલરની ઇમરજન્સી ક્રેડિટ લાઇનને મંજૂર કરી છે.

સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓને કારણે ઓછા રેટિંગ સાથેની કંપનીઓને પણ લાભ થઇ રહ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રથમ વખત જ ભારતનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેવાની રિઝર્વ બેન્કે ધારણા મૂકી છે.

એક વિશ્લેષક અનુસાર હાલમાં બેન્કો પાસે વિપુલ પ્રમાણમાં લિક્વિડિટી રહેલી હોવાથી આગામી દિવસોમાં પણ બેન્કો દ્વારા બોન્ડ્સની વધુ ખરીદી થાય તેવી સંભાવના છે. બેન્કો પણ કોઇપણ પ્રકારનું જોખમ ટાળવા માટે કંપનીઓને સીધા ધિરાણ કરવાને બદલે તેમના બોન્ડ્સમાં રોકાણ કરવાને પ્રથમ પ્રાથમિકતા આપે છે.

(સંકેત)