Site icon Revoi.in

IndusInd બેંક-કોટક મહિન્દ્રા બેંકનું થઇ શકે છે મર્જર: બ્લૂમબર્ગ રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક સમયથી બેંકોના મર્જરનો દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે આ જ દિશામાં વધુ બે બેંકો મર્જ થવા જઇ રહી છે. પ્રાઇવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંક અને IndusInk Bankના મર્જરના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે ઇન્ડસઇન્ડ બેંકની પ્રમોટર કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડે જણાવ્યું હતું કે હાલ કંપનીની આ પ્રકારની કોઇ યોજના નથી.

બ્લૂમબર્ગે એક રિપોર્ટમાં કહ્યું છે કોટક મહિન્દ્રા બેંક તમામ સ્ટૉકનું અધિગ્રહણ કરી શકે છે. તે ઉપરાંત યૂકેમાં વસતાં હિન્દુજા પરિવારના ચાર ભાઇઓની વચ્ચે થયેલા વિવાદ બાદથી જ તેને વેચવાની ચર્ચા સામે આવી છે.

IndusInd પ્રમોટર્સની પાસે હાલમાં IndusInd Bankમાં 15 ટકાથી ઓછી હિસ્સેદારી છે. આ ઉપરાંત બાકીની 85 ટકા હિસ્સેદારી બલ્ક સંસ્થાગત રોકાણકારોની પાસે છે. હાલ બજારમાં બેંકનો શેરનો ભાવ 60 ટકાના વધારાની સાથે અંદાજે 607 રૂપિયાથી વધુ છે, આ ઉપરાંત બેંકનું માર્કેટ કેપ 46,000 કરોડ રૂપિયાની નજીક છે.

બીજી તરફ કોટક બેંકની વાત કરીએ તો હાલ બજારમાં લગભગ 52 સપ્તાહના હાઇથી લગભગ 20 ટકા નીચે છે. બીજી તરફ તેનું માર્કેટ કેપ અંદાજે 2.7 લાખ કરોડ રૂપિયા છે. આપને જણાવી દઇએ કે જો હાલમાં ભાવ પર બંને બેંકોનું મર્જર થાય છે તો હિન્દુજા પ્રમોટર્સની હિસ્સેદારી 2 ટકા વધી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને બેંકોનું મર્જર થાય છે તો કોટક અને ઇન્ડસઇન્ડ બેંકની વચ્ચે એક બેન્કિંગ સોદો કરવામાં આવશે કારણ કે હાલ બજારમાં કોટક બેંકની પાસે મજબૂત મૂડી અને સારી સંપત્તિ છે. લૉકડાઉનની વચ્ચે 7,442 કરોડ રૂપિયાના શૅરોના વેચાણ બાદ પ્રમોટર ઉદય કોટકની હિસ્સેદારી લગભગ 26 ટકા સુધી ઘટી ગઈ છે.

(સંકેત)