Site icon Revoi.in

મકાનમાલિકો અને ભાડૂતો માટે આવી રહ્યો છે નવો કાયદો, જાણો કાયદામાં શું છે જોગવાઇ

Social Share

દેશમાં પ્રવર્તમાન સમયમાં 1 કરોડ 10 લાખ મકાનો ખાલી પડ્યાં છે. આતંકવાદના પગલે લોકો અજાણ્યાને મકાન ભાડે આપતાં ડરે છે. સરકાર હવે મકાન માલિકો અને ભાડૂતો બંનેને ધ્યાનમાં રાખીને એક નવો કાયદો ઘડી રહી છે. અગાઉ આ પ્રકારનો કોઇ કાયદો ઘડાયો નહોતો. દેશમાં ટૂંક સમયમાં આદર્શ ભાડૂત ફાયદો (મોડેલ ટેનન્સી એક્ટ) આવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્રના રહેઠાણ અને શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ કહ્યું હતું કે અત્યારે 1 કરોડ 10 લાખથી વધુ મકાનો ખાલી પડ્યાં છે કારણ કે લોકો ગમે તેને ભાડે આપતાં ડરતા હતા. હવે મોડેલ ટેનન્સી કાયદો આવી રહ્યો છે જે મકાન માલિકો અને ભાડૂતો બંનેની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યો હતો.

ચાલો આ કાયદાની કેટલીક વિગતો વિશે વાંચીએ

ભાડા કરાર થયા બાદ મકાન માલિક મુદત પૂરી ન થાય ત્યાં સુધી ભાડૂતને ઘર ખાલી કરવાનું નહીં કહી શકે સિવાય કે સતત બે માસ સુધી ભાડું ના ચૂકવાયું હોય. ભાડૂતનની અંગતતા જાળવવા આ કાયદામાં એવી જોગવાઇ છે કે મકાન માલિક 24 કલાક અગાઉ જણાવ્યા સિવાય ઓચિંતા આવી નહીં શકે. ભાડા કરાર કરતી વખતે મકાન માલિક સિક્યોરિટી ડિપોઝિટ પેટે 2 માસના ભાડાથી વધુ રકમ માગી નહીં શકે. ભાડા કરારમાં જણાવેલી મુદત પૂરી થાય ત્યારે ભાડૂત મકાન કે દુકાન ખાલી ન કરે તો મકાન માલિક ત્યારપછીના બે માસ સુધી ભાડૂત પાસેથી બમણું ભાડું માગી શકે છે અને ભાડૂત લાંબો સમય ત્યાં રહે તો ચાર ગણું ભાડું માગી શકશે.

નોંધનીય છે કે, આ રીતે નવા કાયદામાં ભાડૂત અને મકાન કે દુકાન માલિક એમ બંનેના હિતો સચવાઇ રહે અને હિતોનું રક્ષણ થાય તેવી જોગવાઇ કરવામાં આવી છે.

 (સંકેત)

Exit mobile version