Site icon Revoi.in

ઈમાનદાર કરદાતાઓ માટે ડાયરેક્ટ ટેક્સ રીફોર્મ્સના આગામી તબક્કાની આજથી શરૂઆત

Social Share

 

દેશના ઈમાનદાર કરદાતાઓને મોદી સરકારની ભેટ
– આજથી ડાયરેક્ટ ટેક્સ રીફોર્મ્સનો આગામી તબક્કો શરૂ
– ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર જેવા સુધારા આજથી જ લાગૂ

પીએમ મોદીએ ઈમાનદાર કરદાતાઓ માટે આજથી ડાયરેક્ટ ટેક્સ રીફોર્મ્સના આગામી તબક્કાની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સ પેયર ચાર્ટર જેવા સુધારા આજથી જ લાગૂ કરી દેવામાં આવ્યા છે.

આ નવા સુધારા Faceless Assessment, Faceless Appeal, Tax payer Charter વગેરેનો સમાવેશ થાય છે. Faceless assessment અને Tax payer Charter આજથી લાગુ કરી દેવામાં આવ્યા છે.

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશના ઈમાનદાર કરદાતા રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. જીવન સરળ થતા દેશ આગળ વધે છે. આજથી શરૂ થયેલી વ્યવસ્થા મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત પર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. કોરોના સંકટ વચ્ચે પણ મોટાપાયે વિદેશી રોકાણ ભારતમાં આવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે વિચારધારા અને અભિગમ બદલાયા છે. અમારા માટે સુધારાનો મતલબ છે કે તે નીતિ આધારિક હોય, ટુકડામાં ન હોય અને એક સુધારો બીજાનો આધાર બને. એવું નથી કે એક વખત સુધારો કરીને બેસી રહ્યા હોય. આ સતત ચાલતી પ્રક્રિયા છે. ગત વર્ષોમાં દેશમાં 1500થી વધારે કાયદા સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. ઇઝ ઑફ ડુઇંગમાં ભારત 134માં નંબર પર હતું, હવે 63 નંબર પર છે. આના પાછળ સુધારા જવાબદાર છે.

ટેક્સ સુધારા અંગે વાતચીત કરતા નાણામંત્રી નિર્માલા સીતારમણે કહ્યુ કે ટેક્સ મામલા અંગે નવા કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આવકવેરા વિભાગે મહત્ત્વના સુધારા કર્યા છે. ટેક્સ ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવવાનું કામ શરૂ છે. કોરોના મહામારીને જોતા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારી દેવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યુ કે પીએમનું મિશન ઈમાનદાર કરદાતાઓને પુરસ્કાર આપવાનું છે.

(સંકેત)