Site icon Revoi.in

માર્ચની શરૂઆતમાં જ સામાન્ય જનતાને ઝટકો, ફરીથી વધ્યા ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવ

Social Share

નવી દિલ્હી: માર્ચ મહિનાની શરૂઆતમાં જ જનતાને ઝટકો લાગ્યો છે. આજે ફરીથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 95 રૂપિયાનો વધારો કરાયો છે.

આ નવા ભાવવધારા બાદ આજથી હવે ઘરેલૂ ગેસ સિલિન્ડર માટે 25 રૂપિયા વધારે ચૂકવવાના રહેશે.

આજે માર્ચની શરૂઆતમાં ફરી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે. હવે આજથી ઘરેલૂ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 823 રૂપિયાનો રહેશે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં માર્ચની શરૂઆતમાં એકસાથે જ રૂપિયા 95નો વધારો કરી દેવાયો છે. આ નવા ભાવ વધારાની સાથે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ રૂપિયા 1614 થઈ ચૂક્યો છે.

દેશમાં ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો થતા હવે 798 રૂપિયાની જગ્યાએ 823 રૂપિયામાં મળશે. સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો નોંધાયો છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1530 રૂપિયાની જગ્યાએ હવે 1625 રૂપિયામાં મળશે. આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ 225 રૂપિયાનો વધારો થયો છે.

(સંકેત)