Site icon Revoi.in

રિલાયન્સ રિટેલ બિઝનેસમાં હિસ્સો વેચીને રૂ.63000 કરોડ એકત્ર કરશે

Social Share

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે રિટેલ વેપાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું
– રિલાયન્સ રિટેલ બિઝનેસમાં હિસ્સો વેચશે
– રિલાયન્સ હિસ્સો વેચીને રૂ.63000 કરોડ એકત્ર કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના જીઓ પ્લેટફોર્મ બાદ હવે સમગ્ર ધ્યાન રિલાયન્સ રિટેલ પર કેન્દ્રિત કરી રહી છે. કંપની પોતાના રિટેલ બિઝનેસની હોલ્ડિંગ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 15 ટકા હિસ્સેદારી પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ અને સોવરેન વેલ્થ ફંડને વેચવા માંગે છે. કંપનીનું લક્ષ્યાંક હિસ્સો વેચીને રૂ.63000 કરોડ એકત્ર કરવાનું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રોકાણકારોને નવા શેર્સ જારી કરવામાં આવશે અને ઓક્ટોબર સુધી ફંડ એકત્ર કરવાની પ્રક્રિયા પૂરી કરી દેવાશે. કંપની એક વ્યૂહાત્મક રોકાણકાર પણ લાવવા માંગે છે પરંતુ આ બાબતે કોઈ સક્રિય ચર્ચા ચાલી રહી નથી. તે માટે એમેઝોન અને વોલમાર્ટના નામની ચર્ચા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જિયોમાં રોકાણ કરનારી અન્ય કેટલીક અન્ય કંપનીઓ રિલાયન્સ રિટેલમાં પણ રોકાણ કરી શકે છે. તેમાં સાઉદી અરબની પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ,અબુધાબીની મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરોટી, L Catterton અને કેકેઆર સામેલ છે.સૂત્રએ જણાવ્યું હતું કે રિલાયન્સે જિઓ પ્લેટફોર્મના તમામ રોકાણકારોને છૂટક વ્યવસાયમાં ભાગીદારીની ઓફર કરી છે. જોકે ઇન્ટેલ કેપિટલ અને ક્યુઅલકોમે ભાગ લેવાનો ઇનકાર કર્યો છે જ્યારે ફેસબુક અને ગૂગલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

(સંકેત)