Site icon Revoi.in

દેશમાં 8 મહિનામાં પ્રથમ વાર ડીઝલના વેચાણમાં વૃદ્વિ નોંધાઇ

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ દરમિયાન લાગુ થયેલા લોકડાઉનને કારણે પરિવહન સેવાઓ સ્થગિત થઇ જતા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો હતો જો કે અનલોક બાદ પ્રથમ વાર ડીઝલના વેચાણમાં યર ઓન યર વૃદ્વિ નોંધાઇ છે. વાર્ષિક તહેવારોએ દેશના સૌથી વધુ વપરાશમાં આવતા ઇંધણની માંગમાં વધારો કર્યો છે. ભારતના ત્રણ ઇંધણ રિટેલરોનું વેચાણ ઑક્ટોબરમાં 6.1 ટકા વધીને  5.76 મિલિયન ટન થયું હતું.

કોવિડ-19 મહામારી પ્રસારને તપાસવા માટે માર્ચના અંતમાં ચુસ્ત લોકડાઉન દ્વારા ઇંધણ વપરાશ તળિયે ગયા પછી ડીઝલની માંગમાં સુધારો ભારતીય રિફાઇનર્સ દ્વારા ક્રૂડ પ્રોસેસિંગને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે. રિફાઇનર ઇન્ડિયન ઓઇલ કોર્પે તેના રન રેટ વધારીને 93 ટકા કરી દીધી છે અને થોડા મહિનામાં 100 ટકા સુધી પહોંચવાની ધારણા છે.

દેશમાં અત્યારે તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે આ પીક માંગની મોસ છે અને તેના પરિણામે ડીઝલથી ચાલતા ટ્રકો માટે વ્યસ્ત સમય, રોડ દ્વારા કપડાંથી લઇને રેફ્રિજેટરો સુધીનો તમામ સામાન પહોંચાડવાનું કામ કરે છે. તહેવારોની માંગ સિવાય પાક લલણીની પ્રવૃત્તિઓ ઔદ્યોગિક ઇંધણની માંગને પણ પ્રોત્સાહન આપ્યું છે.

નોંધનીય છે કે, ડીઝલમાં વૃદ્ધિ પેટ્રોલના વેચાણથી એક વર્ષ અગાઉના સમયગાળાથી 4.2% વધીને 2.22 મિલિયન ટન થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસનો યર ઓન યરનો ફાયદો 3.7% હતો, પરંતુ એવિએશન ટર્બાઇન ઇંધણનું વેચાણ ગયા વર્ષના અડધા સ્તરનું હતું.

(સંકેત)