Site icon Revoi.in

માર્ચ ત્રિમાસિકમાં દેશનો GDP વૃદ્વિદર 1.3 ટકા રહેશે: SBI રિસર્ચ

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં વૃદ્વિ દર 1.3 ટકા રહેશે. SBIના રિસર્ચ રિપોર્ટ ઇકોરૈપમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં લગભગ 7.3 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ માર્ચ ત્રિમાસિક ગાળા માટેનું GDPનું અનુમાન 31મી મેના રોજ રિલીઝ કરશે. આગળના અહેવાલમાં જણાવાયું છે કે, અમારા નાઉકાસ્ટિંગ મોડલ અનુસાર, ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્વિદર 1.3 ટકા રહેવાનું અનુમાન છે. NSOએ ચોથા ક્વાર્ટરમાં 1 ટકાના ઘટાડાની આગાહી કરી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સમગ્ર નાણાકીય વર્ષ 2020-21માં GDP 7.3 ટકા જેટલો ઘટવાનું અનુમાન છે.

કોલકત્તાની સ્ટેટ બેંક ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશીપ (SBIL) નાં સહયોગથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ઔદ્યોગિક પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિ અને વૈશ્વિક અર્થતંત્રના 41 અત્યંત ચક્રીય સૂચકાંકો પર આધારીત એક ‘નાઉકાસ્ટિંગ મોડેલ’ વિકસાવ્યું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત અંદાજે 1.3 ટકાનાં વિકાસદરના આધારે 25 દેશોમાં પાંચમી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે. આ 25 દેશોએ તેમના GDPનાં આંકડા જાહેર કર્યા છે.

Exit mobile version