Site icon Revoi.in

સિલ્વર લેક પાર્ટનર્સ રિલાયન્સ રિટેલમાં કરશે 7500 કરોડનું રોકાણ, 1.75 ટકાની હિસ્સેદારી ખરીદશે

Social Share

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક સમયથી અનેક કંપનીઓએ રોકાણ કર્યું છે. આ જ દિશામાં હવે પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ સિલ્વર લેક પાર્ટનર્સ એ રિલાયન્સ રિટેલ માં રોકાણની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટમાં સિલ્વર લેક 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ ના માધ્યમથી સિલ્વર લેક 1.75 ટકાની હિસ્સેદારી ખરીદશે.

આપને જણાવી દઇએ કે દુનિયાની સૌથી મોટી ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લેક પાર્ટનર્સ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના માટે રિલાયન્સ રિટેલનું મૂલ્યાંકન 4.21 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

આ પહેલા સિલ્વર લૅકે રિલાયન્સની ટૅક કંપની જિયો પ્લેટફોર્સ્.માં પણ રોકાણ કર્યું હતું. કંપનીએ આ વર્ષે જિયોમાં 10,200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આમ સિલ્વર લૅક રિલાયન્સ સમૂહની બે કંપનીમાં રોકાણ કરી ચૂક્યું છે.

પોતાના જિયો પ્લેટફોર્મ્સની કેટલીક હિસ્સેદારી વેચ્યા બાદ રિલાયન્સ પોતાના રિટેલ વેપાર માટે રોકાણકારોની તલાશમાં છે. સિલ્વર લૅકના રૂપમાં કંપનીને પોતાના પહેલા રોકાણકાર મળી ગયા વછે. ગત સપ્તાહે રિલાયન્સે ફ્યૂચર ગ્રુપના રિટેલ અને લોજિસ્ટિક કારોબારને 24,713 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યું હતું.

(સંકેત)