Site icon Revoi.in

અર્થતંત્ર માટે સારા સંકેત! ઓગસ્ટ દરમિયાન ભારતીય સર્વિસ-મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્થિરતા જોવાઇ

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ માઝા મૂકી હોવા છત્તાં ઓગસ્ટ માસ દરમિયાન ભારતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્થિરતા જોવા મળી હતી. બ્લૂમબર્ગ દ્વારા સંકલિત 8 હાઇ ઇન્ડિકેટર્સમાંથી પાંચને ગત મહિને ફાયદો થયો હતો, જ્યારે બે યથાવત્ હતા અને એક નુકસાનમાં છે.

જો કે બીજી તરફ મજબૂત રિકવરીનો માર્ગ હજુ ઘણો કઠિન છે. કેમ કે કોરોના વાયરસની ગતિમાં વધારો થઇ રહ્યો છે જેને પગલે નિષ્ણાંતો દેશના વિકાસદરના અનુમાન ઘટાડી રહ્યા છે.

બિઝનેસ એક્ટિવિટી  ભારતના મુખ્ય સર્વિસ સેક્ટરમાં પ્રવુતિઓ ચાલુ રહી હતી. જેનો સૂચકાંક ઓગષ્ટમાં વધીને 41.8 પર પહોંચી ગયો છે જે જુલાઈ દરમિયાન 34.2 હતો. જોકે તે એપ્રિલના રેકોર્ડ નીચકતા સ્તર કરતા 5.4 ટાકા વધુ છે. બીજી તરફ 50થી ઓછાનો સૂચકાંક દર્શાવે છે કે તે હજુ મંદીમાં છે.

વૈશ્વિક સ્તરે ઘટતી માંગને પગલે દેશની નિકાસમાં ઓગસ્ટ માસ દરમિયાન 12.7 ટકાનો ઘટાડો થયો છે. જો કે ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, ફાર્મ એક્સપોર્ટ અને શિપમેન્ટમાં અનુક્રમે 22 ટકા અને 17 ટકાનો વધારો થયો છે.

કન્ઝ્યુમર એક્ટિવિટી  ગ્રાહક માંગના મુખ્ય સંકેતક રીતે કારના વેચાણની ગણતરી થાય છે. ઓગષ્ટ દરમિયાન કારનું વેચાણ 14.1 ટકા વધ્યું છે.

સામાન ખરીદવા માટે ગ્રાહકોની સંખ્યામાં ગતવર્ષની સરખામણીએ 70 ટકામાં આવ્યો હોવા છતાં  ShopperTrak અનુસાર રિટેલ વેચાણે પણ સામાન ખરીદવાનો સંકેત આપ્યો છે.સેન્ટ્રલ બેંક ડેટા દર્શાવે છે કે એક વર્ષ અગાઉના વર્ષના તુલનામાં ઓગસ્ટમાં ક્રેડિ 5.5 ટકા વધી છે જે એક વર્ષ અગાઉ જોવા મળેલા 12% વૃદ્ધિ કરતા ધીમી છે.

(સંકેત)