Site icon Revoi.in

આ ત્રણ સરકારી બેંકોના ગ્રાહકો માટે ખુશખબર, લોનના વ્યાજદરો પર બેંકોએ મૂક્યો કાપ

Social Share

સરકારી બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકોએ ગ્રાહકો માટે લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે તેથી આ બેંકોના ગ્રાહકો માટે હવે લોન વધુ સસ્તી થશે.

યુનિયન બેંક

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ પ્રમુખ લોન વ્યાજ દર (MCLR)માં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો શુક્રવારથી એટલે કે આજથી જ લાગુ થશે. બેંક મુજબ એક વર્ષની અવધિવાળા આ દાવા પર MCLR 7.25 ટકાથી ઘટીને 7.20 ટકા કરવામાં આવ્યો છે. આ રીતે એક દિવસ અને એક મહિનાની અવધિના દેવામાં પણ કાપ મૂક્યા પછી વ્યાજ દર 6.75 ટકા થઇ ગયું છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

યુનિયન બેંક ઉપરાંત અન્ય સરકારી બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પણ તેમના ગ્રાહકોને ભેટ આપી છે. બેંકે MCLRમાં 0.10 ટકાનો કાપ મૂક્યો છે. બેંકે એક વર્ષની અવધિ વાળી લોન પર વ્યાદજ દર 7.65 ટકાથી ઘટાડીને 7.55 ટકા કર્યો છે. આ નવા દરો પણ હવે ગ્રાહકો માટે લાગુ થઇ ચૂક્યા છે.

યુકો બેંક

યુકો બેંકના ગ્રાહકો માટે પણ ખુશખબર છે. યુકો બેંકે એમસીએલઆરના વ્યાજ દરોમાં 0.05 ટકાનો કાપ મૂક્યો છે. બેંક દ્વારા આ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષની અવધિવાળા દેવા પર વ્યાજદરો 7.40 ટકાથી ઘટાડીને 7.35 ટકા કરવામાં આવ્યા. આ ઘટાડો તમામ અવધિ ધરાવતી લોન પર પણ સમાન રૂપમાં લાગુ થશે.

નોંધનીય છે કે, કોરોનાના સંકટ દરમિયાન અનેક બેંકોએ તેમના ગ્રાહકો માટે નવા નિયમો રજૂ કર્યા છે. તે ઉપરાંત સરકારે ડિજીટલ પેમેન્ટ વધે તે માટેના પણ પ્રયાસો કર્યા છે. બેંકો પણ ડિજીટલ પેમેન્ટને વધારવા પર ભાર આપી રહી છે. બેંકોએ લોનધારકો માટે લોન મોરેટોરિયમની પણ સુવિધા આપી છે.

(સંકેત મહેતા)