Site icon Revoi.in

અર્થતંત્રમાં રિકવરીના સંકેત, ટ્રાવેલ, હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં નોકરીઓ વધી, અમદાવાદામાં થઇ સૌથી વધુ ભરતી

Social Share

નવી દિલ્હી: વર્ષ 2021ના છેલ્લા મહિનામાં એટલે કે તહેવારોની મોસમ દરમિયાન ભારતમાં મુસાફરી, હોસ્પિટાલિટી, રિટેલ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ધમધમાટને કારણે નોકરીઓમાં વૃદ્વિ થઇ છે. તહેવારોની મોસમ અને વર્ષના અંતે હાયરિંગ પ્રવૃત્તિઓમાં ગત વર્ષની તુલનાએ તમામ મોટા શહેરોમાં તેજી આવી છે તેવું જોબસ્પીક ઇન્ડેક્સમાં સામે આવ્યું છે.

એક જોબ પોર્ટલ અનુસાર ITમાં હાયરિંગનું પ્રતિનિધિત્વ સારું જોવા મળ્યું હતું પરંતુ તેની સાથોસાથ હોસ્પિટાલિટી અને ટ્રાવેલ, રિટેલ અને રિયલ એસ્ટેટના ક્ષેત્રોમાંથી ગત મહિને નોંધપાત્ર ગતિવિધિઓ નોંધાઇ હતી જે અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત આપી રહ્યું છે. જો કે આ મહિને ફરીથી સંક્રમણ વધતા આ ગતિવિધિઓ પર રોક લાગે તેવી સંભાવના છે.

શહેરોની વાત કરીએ તો હૈદરાબાદમાં સૌથી વધુ નવી ભરતીમાં 12 ટકાની વૃદ્વિ જોવા મળી છે. ત્યારબાદ બેંગ્લોરમાં 11 ટકા, મુંબઇમાં 8 ટકા, પુણેમાં 4 ટકા, ચેન્નાઇમાં 6 ટકા હાયરિંગ વધ્યું છે.

નોકરીઓના દ્રષ્ટિકોણથી જોઇએ તો ઝડપથી વિકસતા અમદાવાદમાં 21 ટકા સાથે સૌથી વધુ વૃદ્વિ નોંધાઇ છે. ડિસેમ્બર મહિનામાં જોબર્સ અને યુવા પ્રોફેશનલ્સની ભરતી હતી. જો કે બીજી તરફ વધુ અનુભવ કે બહોળો અનુભવ ધરાવતા વરિષ્ઠ અધિકારીઓની ભરતીમાં મંદ ગતિ જોવા મળી છે.

Exit mobile version