Site icon Revoi.in

મખનાની ભેળનો સ્વાદ હોય છે ગજબ,હવે આ રીતથી ઘરે જ કરો તૈયાર

Social Share

ક્યારેક ઘરમાં વાતાવરણ એવું બને કે બધાને ટેસ્ટી ખાવાનું મન થાય, આવામાં ખાસ કરીને લોકો બહાર જતા હોય છે પણ કેટલાક લોકો એવા પણ છે કે જે ઘરે કઈક બનાવવાનું નક્કી કરે છે અને પરિવાર સાથે આનંદ માણે છે. આવામાં જો વાત કરવામાં આવે મખનાની ભેળની તો તેનો સ્વાદ હોય છે ગજબ અને તેને ઘરે બનાવવાની રીત પણ સરળ છે.

રેસીપીમાં એક કડાઈમાં દેશી ઘી મૂકી તેમાં મખાનાને તળી લો. તેને પછી હવે તેને બહાર કાઢો અને ફરીથી પેનમાં થોડું ઘી ઉમેરો. હવે તેમાં મગફળીને શેકી લો. મખાનાને તળતી વખતે તેમાં મગફળી ઉમેરો. હવે તેમાં બધો જ મસાલો અને મીઠું નાખીને થોડીવાર સાંતળો. હવે તેને એક બાઉલમાં કાઢીને તેમાં સમારેલી ડુંગળી, ટામેટા અને કોથમીર ઉમેરીને મિક્સ કરો. તેમાં આમલીની ચટણી, લીલી ચટણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તૈયાર કરેલી ભેલમાં સેવ ઉમેરો અને તેને લીલા ધાણાથી ગાર્નિશ કરો. તૈયાર છે તમારી ભેળ.

સામગ્રી માટે પણ 2 કપ મખાના, 1/2 કપ મગફળી, 1/4 કપ સેવ, લીલા મરચા ઝીણા સમારેલા, લાલ મરચું, ચાટ મરચા પાઉડર, દેશી ઘી, આમલીની ચટણી, ટામેટાં બારીક સમારેલા, ડુંગળી બારીક સમારેલી, કોથમીર ઝીણી સમારેલી, લીલી ચટણી, સ્વાદ માટે મીઠું.

ઉલ્લેખનીય છે કે વજન વધવું, સ્થૂળતા, ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ લોકોને સરળતાથી પોતાની પકડમાં લઈ રહી છે. લોકો હેલ્ધી ખાવાની કોશિશ કરે છે, પરંતુ સ્વાદ અને આળસને કારણે તેઓ નિયમિતપણે આમ કરી શકતા નથી. લોકોની જીવનશૈલી એટલી બગડેલી છે કે તેઓ યોગ્ય પદ્ધતિઓ ઇચ્છતા હોવા છતાં અપનાવી શકતા નથી. સારું, વજન ઘટાડવા અને સ્વસ્થ રહેવા માટે તમારે થોડા સ્માર્ટ બનવાની જરૂર છે.