Site icon Revoi.in

વર્ષ 2027 સુધી દેશને મળી શકે છે પ્રથમ મહીલા CJI , કોલેજિયમ દ્વારા 9 નામોની કરાઈ ભલામણ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં હવે મહીલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે, અનેક ક્ષત્રોમાં મહીલાઓને પણ પદ આપવામાં આવી રહ્યું છે, ત્યારે હવે ભારતને વર્ષ 2027 માં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ મળી શકે તેવી શક્યતાઓ છે.

વિતેલા દિવસને મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 22 મહિના પછી નવ નામોની ભલામણ મોકલી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ 9 નામો સરકારને મોકલ્યા છે, જેમાં ત્રણ મહિલાઓનો પણ સનમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આમાંથી એક નામ આવનારા સમયમાં ભારતની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ પણ બની શકે છે.

આ માટે સરકારને મોકલવામાં આવેલા નામોમાં કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્નાનું નામ પણ સામેલ છે, જો તેમને બઢતી આપવામાં આવે તો 2027 માં દેશની પ્રથમ મહિલા સીજેઆઈ તરીકે સામે આવી શકે છે.જસ્ટીસ નાગરથના ઉપરાંત, પાંચ સભ્યોની કોલેજિયમ દ્વારા પસંદ કરવામાં આવેલી અન્ય બે મહિલા ન્યાયાધીશોમાં જસ્ટિસ હિમા કોહલી, તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાત હાઈકોર્ટના જજ જસ્ટિસ બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે.

કોલેજિયમ દ્વારા સરકારને આપવામાં આવેલા બાકીના નામોમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વિક્રમ નાથ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જીતેન્દ્ર કુમાર મહેશ્વરી સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ,  સીટી રવિકુમાર  કેરળ હાઈકોર્ટના જજ નો સમાવેશ થાય છે. અને એમએમ સુંદરેશ કેરળ હાઈકોર્ટમાં જજ તરીકે કાર્યરત છે.