Site icon Revoi.in

ગુજરાત: પોલીસનો પ્રજા સાથે વ્યવહાર પર સરકાર રાખશે નજર, પોલીસ યુનિફોર્મ પર લાગશે કેમેરા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને ગુનાખોરીને અટકાવવા માટે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં સાયબર સેલ શરૂ કરવાનું સરકારે આયોજન કર્યું છે. આ ઉપરાંત પોલીસના આરઆર સેલને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પ્રજા સાથેનો પોલીસના વ્યવહાર ઉપર પણ સતત નજર રાખવામાં આવશે. આગામી દિવસોમાં પોલીસ કર્મચારીઓના યુનિફોર્મમાં કેમેરા લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓના યુનિફોર્મમાં આવા કેમેરા લગાવવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુનેગારો છટકી ના જાય તે માટે કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. તેમજ પોલીસ કંટ્રોલરૂમમાંથી મોનિટરિંગ કરી શકશે અને પોલીસ જવાનોને કેમેરા અપાશે જેથી પબ્લિક સાથેનો વ્યવહાર સીધો જોઈ શકાશે. લેન્ડ ગ્રેબિંગમાં 7 દિવસમાં FIR થવી જોઈએ. 15 દિવસમાં અરજીનો નિકાલ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. લેન્ડ ગ્રેબિંગ કેસની અસર 6 મહિના બાદ દેખાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, પોલીસ જ ભક્ષક બને તે ક્યારેય ન ચલાવી શકાય, પોલીસના કર્મચારીઓ ગુનેગારોને મદદ કરે તે ક્યારેય ના ચાલી શકે. સરકાર દ્વારા આરઆર સેલને માબુદ કરવામાં આવ્યું છે. ગુનાખોરીને અટકાવવા માટે એસપીને વધુ પાવર આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે એસીબીને વધુ અપગ્રેડ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ગુનાખોરીને અટકાવવા માટે કાયદો બનાવવા અધિકારીઓને છૂટ અપાઈ છે.