Site icon Revoi.in

કેનેડાઃ ટોરંટો શહેરમાં  માર્ગ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત- બે ઘાયલ

Social Share

 

દિલ્હીઃ- દેશવિદેશમાં પણ ઘણા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે શનુવારના રોજ કેનેડા દેશના ટોરંટો શહેરમાં એક મનાર્ગ અકસ્માતની ઘટના બની હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માત ઓટો સાથે થયો હતો, જેમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. અન્ય બે ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

જણાવવામાં આવી રહ્યું છે કે ટોરોન્ટોમાં ભારતના   મહાવાણિજ્ય દૂતાવાસની ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે. કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આ  અકસ્માત અંગેની માહિતી આપી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મૃતકોની ઓળખ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે થઈ છે. જેઓની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હતી. આ આકસમ્તાને પગલે ટોરંટો શહેર પોલીસનું કહેવું છે કે તેઓ તમામ ગ્રેટર ટોરોન્ટો અને મોન્ટ્રીયલ વિસ્તારના વિદ્યાર્થીઓ હતા.

આ અકસ્માત હાઈવે પર પેસેન્જર વાનમાં પશ્ચિમ તરફ જઈ રહી હતી ત્યારે સર્જાયો હતો. શનિવારે સવારે લગભગ 3.45 વાગ્યે ટ્રેક્ટર-ટ્રેલર એકબીજા સાથે અથડાયા હતા.અને આ ઘટના બની હતી જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતાઆ અકસ્માતમાં 2  લોકો  ગંભીર રીતે ઘાયલ થયા છે,જેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ અંગે કોઈ  જાણકારી પ્રાપ્ત થી નથી.