Site icon Revoi.in

LRD ભરતીમાં 20 ટકા વેઈટિંગલિસ્ટ રાખવાની માગણી સરકારે અંતે સ્વીકારી, ઉમેદવારોને રાહત થશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં એલઆરડી ભરતીને શારિરીક તેમજ લેખિત પરીક્ષા બાદ હવે ઉમેદવારો તેના પરિણામની રાહ જોઈ રહ્યા છે. આ પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારો સ્પર્ધામાં છે. ત્યારે એલઆરડીની ભરતી બાદ 20 ટકા વેઈટિંગલિસ્ટ બનાવવાની ઉમેદવારો માગણી કરી રહ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા લડતનો સુખદ અતં આવ્યો છે. 20 ટકા વેઈટિંગ લિસ્ટ રિ–ઓપન કરવાની ગૃહરાયમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરાઈ છે. હવે ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવાશે. રવિવાર બપોર સુધીમાં આફિશિયલ પરિપત્ર થઈ જવાની જાહેરાત કરી હતી.

લોકરક્ષક ભરતી લિસ્ટ ઓપરેટ કરવા બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,  2018માં કુલ 12198 જગ્યા ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. વર્ષ 2020માં પરિણામ જાહેર થયું હતું. ત્યારે વેઇટીંગ લિસ્ટ ન હતું. ઉમેદવારોની લાગણી અને માંગણી બાદ વેઇટીંગ લિસ્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ નિર્ણયથી યુવાનોને રોજગાર મળશે. પોલીસ અને પબ્લિકના રેશિયોમાં ઘટાડો થશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ભરતી પરીક્ષામાં સતત વધી રહેલા ગુનાઓને બનતા અટકાવવા માટે અને કાયદો વ્યવસ્થા સાચવવા પહેલી વાર વેઇટીંગ લીસ્ટ 20 ટકા કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વય મર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને સરકારી નોકરીની તક મળશે. પોલીસ બેડામાં વધારે ઉમેદવારો મળશે. રવિવારે બપોર સુધી પરિપત્ર કરવામાં આવશે. જો કોઇ ઉમેદવાર પર આંદોલન દરમિયાન કોઇ નાના મોટા કેસ દાખલ થયા હશે તો કાયદાની જોગવાઇમાં રહી બનતી પુરતી મદદ કરવામાં આવશે. સરકારે એલઆરડી ઉમેદવારોને વાયદો આપ્યો હતો એ પુર્ણ કર્યેા છે.